અરે આ શું… જાહેરમાં જ ન્યૂડ થઈ ગઈ આ યુવતી, બ્રિજ પર જતા વાહનો પર ધડાધડ કર્યું ફાયરિંગ

Naked Woman Shoots At Cars On Highway In US: અમેરિકાના કેલિફોર્નિયામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. અહીં એક મહિલા નિર્વસ્ત્ર થઈને કારમાંથી નીચે ઉતરીને ટોલ પ્લાઝા પાસે પહોંચી અને પછી બંને હાથથી બંદૂક તાણીને ગાડીઓ પર ફાયરિંગ શરૂ કરી દીધું છે તેવો વિડીયો વાયરલ થયી રહ્યો છે. રસ્તા પરથી પસાર થતા લોકો મહિલાની આ હરકતથી ખૂબ જ ડરી ગયા હતા. મહિલાએ જ્યારે ટોલ પ્લાઝા પર આવું કર્યું ત્યારે અનેક વાહનો રોડ પર દોડી રહ્યા હતા.(Naked Woman Shoots At Cars On Highway In US)

આ ચોંકાવનારી ઘટના તારીખ 25 જુલાઈ, મંગળવારે જણાવવામાં આવી રહી છે. કેલિફોર્નિયાના સાન ફ્રાન્સિસ્કોના બ્રિજ પર એક છોકરીએ ન્યૂડ થઈને ગોળીબાર કર્યો હતો. કેલિફોર્નિયા હાઇવે પેટ્રોલના કાયદા અમલીકરણ અધિકારીઓએ 911 પર ફોન કર્યો હતો અને પોલીસને આ બાબતની જાણ કરી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, એક મહિલા નગ્ન અવસ્થામાં સેડૉક પર અંધાધૂંધ ફાયરિંગ કરી રહી છે.

રસ્તા વચ્ચે નગ્ન થઈને ચલાવી ગોળીઓ
મહિલા રસ્તા વચ્ચે અચાનક કાર રોકીને તેમાંથી ઉતરીને બૂમો પાડવા લાગી હતી પછી ન્યૂડ થઈને ઓકલેન્ડ તરફ ચાલવા માંડી હતી. અને પછી ટોલ પ્લાઝા પર પહોંચીને ત્યાંથી જતા વાહનો પર ધડાધડ ગોળીઓ ચલાવવા માંડી હતી.સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આ ઘટનાના ફૂટેજમાં જોઈ શકાય છે કે મહિલા રસ્તા પર ચાલીને પોતાના હથિયારથી હવામાં ફાયરિંગ કરી રહી છે.

જો કે, અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પોહચી આવ્યા હતા અને તેમને કોઈ પણ જાતના ઘર્ષણ વિના બંદૂક છોડી દેવા માટે તેને મનાવી લીધી હતી. મહિલાને કસ્ટડીમાં લેવામાં આવી છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

મહિલા મનોરોગી છે કે નહીં તેની ચાલી રહી છે તપાસ
મહિલાના આ વિચિત્ર વર્તન પાછળનો હેતુ હજી સુધી જાની શક્યો નથી. જોકે, ધરપકડ બાદ મહિલાને સ્થાનિક હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી, જ્યાં તેની માનસિક સ્થિતિનું મૂલ્યાંકન પણ કરવામાં આવી રહ્યું છે. મહિલાને હોસ્પિટલમાંથી રજા અપાયા પછી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. મહિલાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં મહિલાની વિચિત્ર કરતૂતનો અંદાજો લગાવી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *