Surat Accident News: સુરતમાં અકસ્માત ઘટના દિવસે દિવસે વધી રહી છે. તેવી જ એક અકસ્માતની ઘટના શહેરના પુણા વિસ્તારમાં ગંગા હોટલ પાસે અકસ્માત (Surat Accident News) સર્જાયો હતો. જેમાં બાઈક ચાલક ટ્રક નીચે આવી જતા તેનું કમ કમાટીભર્યુ મોત નિપજ્યું છે. અતિ વ્યસ્ત એવા માર્ગ ઉપર અકસ્માત થતા વાહન ચાલકોનું ટોળું ભેગું થઈ ગયું હતું. બાઈક ચાલકને માથાના ભાગે ગંભીર ઈજા થતાં 108ને ફોન કરી ઘટનાની જાણ કરવામાં આવી હતી. મૃતક ઘટનાસ્થળે જ મોતને ભેટ્યો હોવાનું સામે આવી રહ્યું છે.
મોટરસાયકલને બ્રેક મારતા સ્લિપ થયા
શહેરના પુણા વિસ્તારમાં ગંગા હોટલ પાસેથી પસાર થતી વખતે બાઈક ઉપર સવાર બે યુવકોને અકસ્માત થયું હતો. યુવકો પૂરપાટ ઝડપે પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન એક ટેમ્પો આગળ હતો અને ટ્રક પાછળથી આવી હતી. બાઈક ઉપર જતા યુવકો આગળ જતા ટેમ્પો સાથે અથડાઈ જવાના ડરે બાઈક ચાલકે બ્રેક મારતા બાઈક ઉપર બેઠેલા બંને યુવકો સ્લિપ થતાની સાથે જ રોડ ઉપર અથડાઈ હતા. રોડ પર પટકાતા બાજુમાંથી પસાર થતી ટ્રકના પાછળના ટાયરમાં બાઈક ચાલક યુવક કચડાઈ ગયો હતો.
સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ
મોટરસાયકલ ચાલકની ભૂલને કારણે જ આ ઘટના બનવા હતી. તમે વીડિયોમાં જોઈ શકાય છે કે, મોટરસાયકલ ઉપર બે યુવકો સવાર છે. જેમાં ફોરવ્હીલ ટેમ્પોની આગળ ચાલી રહ્યો છે અને તેની પાછળ આ બાઈક ચાલકો જઈ રહ્યા છે.
સુરત | ટ્રકને ઓવરટેક કરવાં જતાં યુવકે ગુમાવ્યો જીવ- અરેરાટી ભર્યા અકસ્માતના CCTV આવ્યા સામે#Surat #suratnews #accident #Surataccident #CCTV #SuratPolice #news #newsupdate #trishulnews pic.twitter.com/1dvElZIgAR
— Trishul News (@TrishulNews) May 8, 2024
ટ્રક ચાલક પણ તેની દિશામાં આગળ વધી રહ્યો હતો. બાઈક સ્લિપ ખાઈ જતા ટ્રકની તરફ પોતાના મોટર સાયકલથી ડાબી બાજુએ પટકાતા ટ્રકનું પાછળનું ટાયર માથાના ભાગે ફરી વળ્યું હતું. આસપાસના લોકો પણ ત્યાં ભેગા થઈ ગયા હતા અને 108ને ફોન [પણ કરી દીધો હતો. જ્યાં 108ની ટીમ દ્વારા બાઈક ચાલક યુવકને મૃત જાહેર કરી દેવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા પુણા પોલીસ દોડી આવી હતી અને વધુ તપાસ શરૂ કરી દેવમાં આવી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App