સુરતના નરાધમે 5 વર્ષની બાળકી પર હવસ સંતોષવા કર્યું અપહરણ- દીકરીને વડાપાઉંની લાલચ આપીને…

Kidnapping of a 5-year-old girl in Surat: શહેરમાં સતત ગુનાખોરીની ઘટનાઓ વધી રહી છે, તેમાં પણ નાની બાળકીઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે.…

Kidnapping of a 5-year-old girl in Surat: શહેરમાં સતત ગુનાખોરીની ઘટનાઓ વધી રહી છે, તેમાં પણ નાની બાળકીઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે ગત શનિવારના રોજ ફરી એકવાર સમાજને કલંકીત કરતી ઘટના બની છે. સુરતમાં લસકાણા વિસ્તારમાં રહેતી 5 વર્ષની બાળકી ઘર નજીક આવેલ એક દુકાને ફુગ્ગો લેવા ગઈ હતી. તે દરમિયાન ત્યાં એક નરાધમ આવી બાળકીને વડાપાંવ ખવડાવવાની લાલચ આપીને તેનું અપહરણ(Kidnapping of a 5-year-old girl in Surat) કરી ગયો હતો. જે બાદ તેને આવારું જગ્યા પર લઇ જઈ તેના પર દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો.આવા નરાધમો સમાજને કલંક લગાડવાનું કામ કરે છે.

આ ઘટના અંગે જો વિગતવાર વાત કરવામાં આવે તો લસકાણા વિસ્તારમાં રહેતા એક પરિવારની દીકરી ઘર નજીક આવેલ દુકાનમાં ફુગ્ગો લેવા માટે ગઈ હતી . જે બાદ બાળકી સમયસર ઘરે પરત ન ફરતા તેના માતાપિતાએ તેની શોધખોળ શરૂ કરી હતી. તે દરમિયાન એક કારીગરએ બાળકીના પિતાને જાણ કરી હતી કે, કોઈ ઈસમ તેની બાળકીને ખાડી કિનારે લઇ ગયો છે ત્યારે ત્યાં ખાડી કિનારે તપાસ કરતા બાળકી મળી આવી હતી. જે બાદ આ ઘટના અંગે સ્થાનિકોને જાણ થતા સ્થાનિકોએ નરાધમને પકડી પાડી બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. અને બાદમાં તેને સરથાણા પોલીસને હવાલે કર્યો હતો.

આ અંગે સરથાણા પોલીસમાં પરિવારે ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે નરાધમ મિથલેશ રાજુ શાહ (23) (રહે, લસકાણા, મૂળ રહે, દુરાનધારગામ, બિહાર)ની સામે અપહરણ અને પોક્સો એક્ટની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે નરાધમની ધરપકડ કરી છે. આરોપી એમ્બ્રોઇડરીના કારખાનામાં મજૂરીકામ કરી જીવન ગુજરાન ચલાવે છે અને પોતે અપરિણીત છે.

આ ઘટના અંગે પોલીસે જણાવ્યું કે, 16મી તારીખે બપોરના સમયે નરાધમ બાળકીને વડાપાઉં ખવડાવવાની લાલચ આપી પિંખવાના ઇરાદે બળજબરીપૂર્વક રીતે અપહરણ કરી ગયો હતો. 5 વર્ષની બાળકીને સરથાણા ખાડી કિનારે ઝાડી-ઝાંખરામાં લઈ જઈ નરાધમ દુષ્કર્મ આચરવા માંગતો હતો. કદાચ બાળકીના માતા-પિતા ત્યાં આવ્યા ન હોત તો હવસખોરે દુષ્કર્મ આચરીને મોતને ઘાટ પણ ઉતારી દીધી હોત. જોકે, એવુ બન્યુ ન હતું. હાલમાં સરથાણા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. સાથે પોલીસે મોબાઇલ કબજે લઈ તપાસ માટે એફએસએલમાં મોકલી આપ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *