સગા બાપે જ 7 વર્ષની દીકરીને બનાવી હવસનો શિકાર, સમગ્ર ઘટના જાણી આંખમાંથી આંસુ સરી પડશે

હાલમાં ગુજરાતમાં દુષ્કર્મના કેસો મોટી સંખ્યામાં વધી રહ્યા છે. આ દરમિયાન ફરીવાર એક કેસ સામે આવ્યો છે જેમાં એક દીકરીના બાપે પોતાની દીકરીની ઉંમરની બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. જાણો સમગ્ર ઘટના.

મોરબીમાં એક સિરામિક ફેકટરીમાં બાળકી અચાનક ગુમ થઇ હતી અને બાળકીના પિતાએ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. ઘટનાના 4 દિવસ બાદ ફેકટરીથી દુર સુમસાન જગ્યા પર દાટેલી હાલતમાં બાળકીનો શવ મળી આવ્યો હતો. ઘટનાની ગંભીરતા જોતાં પોલીસે ફેકટરીના સીસીટીવી ફોટા શોધ્યા હતા અને એક શંકાસ્પદ વ્યક્તિ બાળકીની આસપાસ જોવા મળી હતી.

આરોપીનું નામ દુર્ગાચરણ છે અને તેણે પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે, તે ઝારખંડનો વતની છે અને અહીં 6 વર્ષથી મજૂરી કામ કરતો હતો. તે બાળકીને ચોકલેટની લાલચ આપી દૂર લઈ ગયો હતો અને દુષ્કર્મ આચર્યું હતું. જો બાળકી પરિવારને આ વાતની જાણ કરશે તો ભાંડો ફૂટી જશે અને પકડાઈ જવાની બીકે પોતાની જ બાળકીની ઠંડા કલેજે પથ્થરના ઘા ઝિંકી હત્યા કરી ખાડામાં દાટી દીધી હતી. આરોપીની કબૂલાતના આધારે પોલીસે તપાસ હાથ ધરી કાર્યવાહી શરુ કરી હતી.

દુર્ગાચરણ પોતે પણ એક દીકરી અને દીકરાનો પિતા છે. અને ભોગ બનનાર દીકરી પણ તેની બાળકીની ઉંમર જેટલી છે. કોઈની ફૂલ જેવી બાળકીને પીંખતા આ નરાધમને એક ઘડી પણ પોતાની પુત્રી ન દેખાઈ.

દુર્ગાચરણની પત્ની 2 વર્ષ પહેલાં મૃત્યુ પામી હતી અને તે હાલ તેના ભાઈ સાથે રહેતો હતો. આરોપીએ અગાઉ પણ એકવાર છોકરાઓને ચોકલેટની લાલચ આપી આવું કામ કર્યા હોવાની શંકા સામે આવી છે.

આરોપી ફેક્ટરીમાં 6 વર્ષથી કામ કરતો હોવાથી તેને ફેકટરીની તમામ જગ્યાની જાણકારી હતી અને ક્યાં કયાં સીસીટીવી છે તેનો ખ્યાલ હતો. જેથી બાળકીને ફસાવવા જતાં પોતે સીસીટીવીમા ન આવે તેવા તમામ પ્રયાસો કર્યા હોવા છતાં આરોપીનો ભાંડો ફૂટી ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *