વર્ષો સુધી બાપાની અંગત સેવામાં રહેલા સ્વામીએ જણાવી પ્રમુખસ્વામીની કેટલીક અજાણી વાતો

Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: અમદાવાદ(Ahmedabad)ના આંગણે ઓગણજમાં પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે. આ શતાબ્દી મહોત્સવમાં પ્રમુખસ્વામી મહારાજના સેવકોથી લઈ અનેક હરિભક્તો પણ ખડે પગે સેવા કરી રહ્યા છે. પણ અમે તમને જણાવી દઈએ કે, પ્રમુખસ્વામી મહારાજ અંગે ખૂબ લખાયું છે અને હજુ પણ લખાઈ રહ્યું છે, પરંતુ હજુ કેટલીક વાતોથી હરિભક્તો પણ અજાણ છે. પ્રમુખસ્વામી(Pramukhswami Maharaj)ની 35 વર્ષ સુધી સેવામાં રહેલા નારાયણ ચરણ દાસજીએ એકદમ અજાણ્યા કિસ્સાઓ જણાવ્યા હતા. તેમણે જણાવતા કહ્યું હતું કે, પ્રમુખસ્વામી મહારાજ અંગે એક જ વાક્યમાં જો કહેવું હોય તો એટલું જ કહું કે તેઓ ‘કરુણાના સાગર’ હતા.

સમયની કટોકટીમાં પ્રમુખસ્વામી મહારાજ શું કરતા?
કોઈને સમય આપ્યો હોય ને મળવામાં જરા પણ મોડું થયું હોય તો તેવી પરિસ્થિતિમાં પ્રમુખસ્વામી શું કરતા? જે અંગે નારાયણ ચરણ દાસજીએ જણાવતા કહ્યું કે, પ્રમુખસ્વામી મહારાજની એક વિશેષતા એ હતી કે તેમનો જીવનમંત્ર હતો કે બીજાના ભલામાં આપણું ભલું. ગમે તેવી પરિસ્થિતિ થાય તોપણ એનો ઉકેલ લાવવો, પ્રમુખસ્વામી મહારાજ ક્યારેય લટકતી તલવાર જેવું રાખતા નહીં. જ્યારે સમય થઈ ગયો હોય અને બન્ને બાજુ કટોકટી હોય તો સ્વામી બાપા ઝડપથી એ લોકોને મળી પણ લેતા અને એનો સંતોષ પણ આપતા હતા, સાથે સાથે સભામાં જવું હોય તો એનો પણ સમય સાચવી લેતા હતા અને આ બન્ને અમે નજરે જોયેલું છે.

365 દિવસમાંથી એક દિવસ પણ બાપાએ વેકેશન લીધું નથી:
નારાયણ ચરણ દાસજીએ જણાવતા કહ્યું કે,આમ જોવામાં આવે તો જેના જીવનમાં શુદ્ધ ભાવના હોય ને કે બીજા માટે કશુંક કરવું જ છે એટલે તેના માટે કંઈક વ્યવસ્થા થઈ જાય. પોતે ઘસાવું પડે અને પ્રમુખસ્વામી મહારાજ આખી જિંદગી ઘસાયા છે. અમે છેલ્લા શ્વાસ સુધી આ બધું નજરે જોયું છે, માત્ર ને માત્રબોલી ગયા એમ નથી કે બીજાના સુખમાં આપણું સુખ. તેમની કરુણા એરાઉન્ડ ધ વર્લ્ડ અને 365 દિવસમાંથી એક દિવસ પણ ક્યારેય વેકેશન લીધું નથી.

ફિલ્મ કલાકાર પરેશ રાવલે પ્રમુખસ્વામીની આંખમાં શું જોયું?
ભારતના પ્રખ્યાત ફિલ્મ કલાકાર પરેશ રાવલનો કિસ્સો જણાવતા તેઓએ કહ્યું હતું કે, હું સંતો-મહાત્માઓને માનતો નથી, મને ભગવાનમાં શ્રદ્ધા ઓછી છે, પરંતુ પ્રમુખસ્વામી ધામમાં ગયા તે સમયે તેઓ ખાસ દર્શન કરવા સાળંગપુર આવ્યા હતા. આવી પરિસ્થિતિમાં તેમણે જે પ્રમુખસ્વામીની આંખોમાં જે કરુણા જોઇ. તેઓ સહજ અંતરથી બોલી ઊઠ્યા હતા કે, મારી જિંદગીમાં ક્યારેય પણ આવા સંતના દર્શનથી આસ્તિક થઈ ગયો એવું કહેવા માગતો નથી, પરંતુ પ્રમુખસ્વામી એમ બોલતાં બોલતાં ડૂમો આવી ગયો અને હું પ્રમુખસ્વામીના જીવતે જીવ દર્શન ન કરી શક્યો એનો મને અફસોસ છે. પછી તેઓ બોલ્યા હતા કે, વિશ્વની અંદર પ્રમુખસ્વામીની આંખોમાં જે કરુણા જોઇ છે એ કોઈની આંખોમાં જોઇ નથી અને  પ્રમુખસ્વામીની બંધ આંખોમાં આવી કરુણા દેખાતી હોય તો તેમની 95 વર્ષ સુધી ખુલ્લી આંખે આખા વિશ્વને કેટલી કરુણા આપી હશે એ કલ્પના કરી શકીએ એટલા માટે પ્રમુખસ્વામી મહારાજ કરુણાના સાગર એક શબ્દમાં આપણે વર્ણવી શકીએ છીએ.

વર્તમાન કાળે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની નિશ્રામાં BAPS સંસ્થા 160 કરતાંય વધુ પ્રવૃતિઓથી પ્રત્યેક માનવના સર્વતોમુખી ઉત્કર્ષ માટે અભૂતપૂર્વ આધ્યાત્મિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાઓની ભાગીરથી વહાવી રહી છે. નૈતિક મૂલ્યોનું પ્રસારણ હોય, વ્યસનમુક્તિ હોય, પર્યાવરણ સંરક્ષણ હોય કે આદિવાસી ઉત્થાન હોય, પ્રમુખસ્વામી મહારાજની કરુણા પ્રત્યેક વર્ણ-વય, જ્ઞાતિ-જાતિ, દેશ-વેશ અને ધર્મ-કર્મની વ્યક્તિઓ પર વરસી છે.

અમે તમને જણાવી દઈએ કે, 1200 કરતાં વધુ મંદિરોના સર્જનથી, 5000 થી વધુ સત્સંગ કેન્દ્રો દ્વારા, 100 થી અધિક શાળાઓ અને હૉસ્પિટલોના નિર્માણથી પ્રમુખસ્વામી મહારાજે વિશ્વનું કલ્યાણ કર્યું છે. પવિત્રતાથી પરિપૂર્ણ એવા પ્રમુખસ્વામી મહારાજ દ્વારા નિર્મિત 1100 કરતાં વધુ સંતો, 7,050,00 કરતાં વધુ લખાયેલાં પત્રો, 17,000 થી વધુ ગામોમાં કરાયેલા વિચરણ અને 2,050,00 કરતાં વધુ ઘરોમાં પધરામણી દ્વારા તેમણે લાખો મનુષ્યોનું જીવન ધન્ય કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *