ઈન્દોરમાં ભાજપના (BJP) રાષ્ટ્રીય મહામંત્રી કૈલાસ વિજયવર્ગીયાએ (Kailash Vijayvargiya) ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું છે કે, માર્ચ 2020 માં નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ કમલનાથની આગેવાનીવાળી કોંગ્રેસ સરકારને પછાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
ઈંદોરમાં ભાજપના કિસાન સંમેલનને સંબોધન કરતાં તેમણે કહ્યું કે, “તમે કોઈને કહેશો નહીં, મેં આજ સુધી કોઈને કહ્યું નથી, હું પહેલીવાર આ મંચ પરથી કહી રહ્યો છું કે, કમલનાથની સરકારને નીચે લાવવામાં કોઈની મહત્વની ભૂમિકા હોય તો તે નરેન્દ્ર મોદીજી હતા, ધર્મેન્દ્ર પ્રધાનજી નહીં. “વિજયવર્ગીયાએ જે પ્લેટફોર્મ પરથી કહ્યું હતું તે કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન અને મધ્યપ્રદેશના ગૃહ પ્રધાન નરોત્તમ મિશ્રા પણ ઉપસ્થિત રહ્યા હતા.
@KailashOnline disclosure @narendramodi played important role in fall of @OfficeOfKNath government @INCIndia @ndtvindia @ndtv @vinodkapri @rohini_sgh #BJP #Congress pic.twitter.com/GvNhic9cv8
— Anurag Dwary (@Anurag_Dwary) December 16, 2020
જૂનમાં, સીએમ શિવરાજસિંહ ચૌહાણે પાર્ટી કાર્યકરોને કથિત રીતે કહ્યું હતું કે, તે ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ છે કે જેણે કોંગ્રેસ સરકારને ગબડવાનો નિર્ણય કર્યો હતો. વિજયવર્ગીયાનો આ સનસનાટીભર્યા ઘટસ્ફોટનો વીડિયો ટ્વીટ કરતી વખતે મધ્યપ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા નરેન્દ્ર સલુજાએ કહ્યું કે, “હવે સ્પષ્ટ થઈ ગયું છે કે પીએમ નરેન્દ્ર મોદી એવા છે કે જેણે બંધારણીય રીતે ચૂંટાયેલી સરકારોને ગેરબંધારણીય પદ્ધતિથી પછાડ્યા હતા.
કોંગ્રેસ શરૂઆતથી જ કહે છે, પરંતુ ભાજપ કમલનાથ સરકારના પતન માટે કોંગ્રેસના આંતરિક ઝઘડાને દોષી ઠેરવી રહી છે. હવે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી કૈલાશ વિજયવર્ગીયાએ સત્ય જણાવીને સ્પષ્ટ કર્યું છે.” માર્ચમાં, જ્યોતિરાદિત્ય સિંધિયાના વફાદાર એવા 22 ધારાસભ્યો (છ મંત્રીઓ સહિત) વિધાનસભા અને કોંગ્રેસ છોડી હતી. પરિણામે, 15 મહિનાની કમલનાથ સરકાર મધ્યપ્રદેશમાં પડી ગઈ હતી.
देश के प्रधानमंत्री नरेन्द्र मोदी कांग्रेस की चुनी हुई संवैधानिक सरकारो को असंवैधानिक तरीक़े से गिराते है।
यह ख़ुद भाजपा के ही राष्ट्रीय महासचिव कैलाश विजयवर्गीय कह रहे है।एमपी की कमलनाथ सरकार को मोदी जी ने ही प्रमुख भूमिका निभा गिराया।
कांग्रेस के आरोपो की पुष्टि… pic.twitter.com/IRyR4ZDGPz— Narendra Saluja (@NarendraSaluja) December 16, 2020
સલુજાએ કહ્યું કે, કૈલાશ વિજયવર્ગીય જાતે જ તેમના મોઢામાં કહી રહ્યા છે કે કમલનાથ સરકારને પછાડવામાં પીએમ નરેન્દ્ર મોદીની મુખ્ય ભૂમિકા હતી. કોંગ્રેસ શરૂઆતથી જ આ કહેતી રહી છે, પરંતુ સરકારના પતન પાછળ કોંગ્રેસ ની આંતરિક લડતને ભાજપ જવાબદાર ગણવતું આવ્યું છે પરંતુ આજે સત્ય આખરે જીભ ઉપર આવી ગયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle