અમદાવાદમાં લાગ્યા PM મોદી વિરુદ્ધ પોસ્ટર- આમ આદમી પાર્ટીના 8 કાર્યકરોની ધરપકડ, AAPએ દેશભરમાં શરૂ કર્યું પોસ્ટર અભિયાન

ગુજરાત(GUJARAT): શુક્રવારે ગુજરાતના અમદાવાદ(Ahmedabad)માં PM નરેન્દ્ર મોદી(PM Narendra Modi) વિરુદ્ધ પોસ્ટર લગાવવા બદલ 8 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડો આમ આદમી પાર્ટી (AAP)…

ગુજરાત(GUJARAT): શુક્રવારે ગુજરાતના અમદાવાદ(Ahmedabad)માં PM નરેન્દ્ર મોદી(PM Narendra Modi) વિરુદ્ધ પોસ્ટર લગાવવા બદલ 8 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડો આમ આદમી પાર્ટી (AAP) ના પોસ્ટર ઝુંબેશની શરૂઆતના એક દિવસ બાદ કરવામાં આવી છે. અમદાવાદ પોલીસે જણાવ્યું કે, શહેરમાં વિવિધ સ્થળોએ પીએમ મોદી વિરુદ્ધ પોસ્ટર લગાવવામાં આવ્યા છે. કેસ નોંધવામાં આવ્યો છે.

ગુજરાત AAP ચીફ ઇસુદાન ગઢવીએ કહ્યું કે, ધરપકડ કરાયેલા લોકો અમારી પાર્ટીના કાર્યકરો છે. ગઢવીએ કહ્યું- આ ભાજપની તાનાશાહીનો નમૂનો છે. “મોદી હટાઓ-દેશ બચાવો”ના પોસ્ટર લગાવવા બદલ અમારા કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી. આ ભાજપનો ડર નથી તો બીજું શું છે. ભાજપ ગમે તેટલી કોશિશ કરે, આમ આદમી પાર્ટીના કાર્યકરો હંમેશા લડતા રહેશે.

AAPએ 11 ભાષાઓમાં શરૂ કર્યું પોસ્ટર અભિયાન
AAPએ મોદી હટાઓ-દેશ બચાવો પોસ્ટર અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન દેશભરમાં 11 ભાષાઓમાં ચાલી રહ્યું છે. અંગ્રેજી, હિન્દી અને ઉર્દૂ ઉપરાંત ગુજરાતી, પંજાબી, તેલુગુ, બંગાળી, ઉડિયા, કન્નડ, મલયાલમ અને મરાઠી ભાષાઓમાં પણ આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

દિલ્હીમાં પણ થયું પોસ્ટર વોર, 8 લોકોની ધરપકડ 
21 માર્ચે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ પોસ્ટર લગાવવા બદલ 100 FIR નોંધવામાં આવી હતી. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, બાકીની 100 FIR અન્ય પોસ્ટરો અંગે નોંધવામાં આવી હતી. તમામ કેસ પ્રિન્ટિંગ પ્રેસ એક્ટ અને ફોરેસ્ટેશન ઓફ પ્રોપર્ટી એક્ટ હેઠળ નોંધવામાં આવ્યા છે.

આમ આદમી પાર્ટી (AAP) કાર્યાલયથી નીકળતી વેનમાંથી પોસ્ટર પણ જપ્ત કરવામાં આવ્યા હતા. આ કેસમાં 6 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, દિલ્હીના કેટલાક ભાગોમાં ‘મોદી હટાઓ દેશ બચાવો’ ના નારા સાથે પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. આ પોસ્ટરોમાં પ્રિન્ટીંગ પ્રેસની વિગતો ન હતી.

ભાજપે કેજરીવાલ વિરુદ્ધ પણ લગાવ્યા છે પોસ્ટર 
તેના જવાબમાં ભાજપે પણ દિલ્હીમાં વિવિધ સ્થળોએ દિવાલો પર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ પોસ્ટર લગાવ્યા હતા. આ પોસ્ટરોમાં લખવામાં આવ્યું હતું- બેઈમાન સરમુખત્યાર અરવિંદ કેજરીવાલને હટાવો, દિલ્હી બચાવો. આ પોસ્ટરોની નીચે બીજેપી નેતા મનજિંદર સિંહ સિરસાનું નામ પણ લખવામાં આવ્યું છે. તેણે આ પોસ્ટરને ટ્વીટ કરીને શેર કર્યું અને કહ્યું કે અરવિંદ કેજરીવાલે દારૂ કૌભાંડ, બસ કૌભાંડ, શાળા કૌભાંડમાં લાંચ લીધી.

કેજરીવાલે કહ્યું હતું કે, મને કોઈ સમસ્યા નથી…
તેના પર કેજરીવાલે કહ્યું કે તેમણે આ પોસ્ટર્સ જોયા છે અને તેમને તેનાથી કોઈ વાંધો નથી. લોકશાહીમાં દરેક વ્યક્તિને આવા પોસ્ટર લગાવવાનો અધિકાર છે. તેમણે કહ્યું કે, હું સમજી શકતો નથી કે મોદીજી તેમના વિરુદ્ધના પોસ્ટરોથી શા માટે પરેશાન છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *