BIG NEWS: રાહુલ ગાંધી બાદ હવે ગુજરાત હાઈકોર્ટે કેજરીવાલને ફટકાર્યો 25 હજારનો દંડ – જાણો સમગ્ર મામલો

ગુજરાત(GUJARAT): પીએમ મોદી(PM Modi)ની ડિગ્રી માંગવા બદલ દિલ્હીના સીએમ કેજરીવાલ(CM Kejriwal)ને 25 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. વાસ્તવમાં, ગુજરાત હાઇકોર્ટે(Gujarat High Court) CICના આદેશને…

ગુજરાત(GUJARAT): પીએમ મોદી(PM Modi)ની ડિગ્રી માંગવા બદલ દિલ્હીના સીએમ કેજરીવાલ(CM Kejriwal)ને 25 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. વાસ્તવમાં, ગુજરાત હાઇકોર્ટે(Gujarat High Court) CICના આદેશને ફગાવી દીધો છે જેમાં ગુજરાત યુનિવર્સિટીને PM નરેન્દ્ર મોદીની ડિગ્રી વિશે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને માહિતી આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને પીએમ નરેન્દ્ર મોદીની ડિગ્રી માંગવી મોંઘી પડી છે. આ કેસમાં ગુજરાત હાઈકોર્ટે તેના પર 25,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. PM મોદીની ડિગ્રી મેળવવાના મામલે, ગુજરાત હાઈકોર્ટે શુક્રવારે ચુકાદો આપ્યો છે કે વડા પ્રધાન કાર્યાલય (PMO) એ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગ્રેજ્યુએશન અને પોસ્ટ-ગ્રેજ્યુએશન ડિગ્રી પ્રમાણપત્રો સબમિટ કરવાની જરૂર નથી.

ગુજરાત હાઈકોર્ટની સિંગલ જજ બેંચના જસ્ટિસ બિરેન વૈષ્ણવે મુખ્ય માહિતી આયોગ ‘CIC’ના આદેશને બાજુ પર રાખ્યો છે, જેમાં PMOના જાહેર માહિતી અધિકારી (PIO) અને ગુજરાત યુનિવર્સિટી અને દિલ્હી યુનિવર્સિટીના PIOને આપવામાં આવ્યો હતો. વડાપ્રધાન મોદીની ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનની ડીગ્રીઓની વિગતો સબમિટ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો

પીએમની ડિગ્રી માંગવા બદલ કોર્ટે અરવિંદ કેજરીવાલ પર 25,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે આ દંડની રકમ ગુજરાત લીગલ સર્વિસ ઓથોરિટીમાં જમા કરાવવી પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *