Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજ(Mahantaswami Maharaj) અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi)ના હસ્તે શાસ્ત્રોક્તવિધિથી પ્રમુખસ્વામી મહારાજ જન્મશતાબ્દી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel) અને રાજ્યપાલ દેવવ્રત આચાર્ય(Acharya Devvrat) પણ હાજર રહ્યા છે. તમને જણાવી દઈએ કે, પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવના ઉદ્ઘાટનમાં 1 લાખથી વધુ લોકો હાજર રહ્યા હતા.
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં લોકો હરિભક્તો અને અનેક લોકોને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, ઐતિહાસિક કાર્યક્રમનો હું સાક્ષી બન્યો છું. ઐતિહાસિક પ્રસંગે સત્સંગી બનવાનો મને મોકો મળ્યો છે. આ કાર્યક્રમ દિવ્યતાની અનુભૂતિ કરાવે છે. અહી સંકલ્પોની ભવ્યતા છે. આ કાર્યક્રમ વિરાસતને ઉજાગર કરે છે. યુએનમાં પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ મનાવાયો છે.
તેમણે વધુમાં કહ્યું કે, અહી સમૃદ્ધ સંત પરંપરાના દર્શન થાય છે. સંતોએ વિશ્વને જોડ્યું છે. પ્રમુખ સ્વામીના બાળપણથી જ દર્શન કરતો હતો. પ્રમુખ સ્વામીના દર્શન અહોભાગ્ય છે. પ્રમુખ સ્વામી સાથે સત્સંગ કરવું એ સૌભાગ્ય છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, “મારું સૌભાગ્ય છે કે આજે મને સત્સંગી બનવાનો અવસર મળ્યો છે. અહીં દિવ્યતાની અનુભૂતિ છે. સંકલ્પોની ભવ્યતા છે. આ નગરમાં સંસ્કૃતિ અને વારસાને આવરી લીધા છે. ભારતનો પ્રત્યેક રંગ અહીં દેખાય છે. સંતોનું કલ્પના સામર્થ્ય છે.
વધુમાં ઉમેરતા કહ્યું હતું કે, મહંતસ્વામીના આશીર્વાદથી એટલું મોટું ભવ્ય આયોજન વિશ્વને પ્રભાવિત કરશે. આવનારી પેઢીને પ્રભાવિત કરશે. મારા પિતા તુલ્ય પ્રમુખસ્વામી મહારાજના દર્શન કરવા વિશ્વથી બધાં આવશે. યુનોએ શતાબ્દી ઊજવી તે બતાવે છે કે સ્વામીજીના વિચાર સાર્વભૌમિક છે. નગરમાં સમૃદ્ધ સંત પરંપરા. કોઈ પંથ માટે નહીં વસુધૈવ કુટુમ્બકમ ભાવના અહીં દેખાય છે. નાનપણમાં સ્વામીના દર્શનથી સારું લાગતું હતું.
નરેન્દ્ર મોદીએ કહ્યું કે, 1981 પહેલી વાર વ્યક્તિગત સ્વામીજીનો સત્સંગ થયો. સ્વામીજીએ અધ્યાત્મ અને વિજ્ઞાનનો અદ્ભુત સંયોગ સાધ્યો હતો. તેમણે નાત, જાત, અમીર, ગરીબ જેવા ભેદ ખતમ કરી દીધા. ચૂંટણીના નામાંકન માટે પ્રમુખસ્વામી હંમેશા મને પેન મોકલતા. તેઓ ૪૦ વર્ષ સુધી કુર્તા પાયજામા પણ દર વર્ષે મને મોકલતા. અત્યારે પણ આ પરંપરા મહંત સ્વામી મહારાજે ચાલુ રાખી છે. પ્રમુખસ્વામી મહારાજ જ્યાં હશે ત્યાંથી આજે પણ મને જુએ છે. મુખ્ય મંત્રી તરીકે હંમેશા અક્ષરધામના શિખર દર્શન કરતો.
દિલ્લી અક્ષરધામ સ્વામીના મહાન શિષ્યત્વની તાકાત બતાવે છે. પ્રમુખસ્વામી મહારાજને સંત પરંપરા બદલી. વિવેકાનંદ સ્વામી જેવું સેવાભાવના જીવન બનાવી છે. મંદિરો કે માધ્યમ્સે આપણી ઓળખ બનાવી. સંતોની ટ્રેનીંગ કેવી હોય તે જોવા સારંગપુર જવું. હું પણ સ્વયસેવક છું. સાત્વિક વાતાવરણ અહીં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.