કળયુગમાં પણ જીવંત છે માનવતા, આર્થિક રીતે પછાત અને તકવંચિત બાળકોના ઉત્થાન માટે કાર્ય કરી રહી છે આ સંસ્થા

ભાવનગર(Bhavnagar): આજના ઘોર કળયુગમાં પણ માનવતા જીવંત છે તેનું એક ઉદાહરણ હાલ સામે આવ્યું છે. જેમાં છેલ્લા 14 વર્ષથી ભાવનગરના આર્થિક રીતે પછાત એવા ખેડુતવાસ…

ભાવનગર(Bhavnagar): આજના ઘોર કળયુગમાં પણ માનવતા જીવંત છે તેનું એક ઉદાહરણ હાલ સામે આવ્યું છે. જેમાં છેલ્લા 14 વર્ષથી ભાવનગરના આર્થિક રીતે પછાત એવા ખેડુતવાસ વિસ્તારમાં સ્નેહા ફાઉન્ડેશન(Sneha Foundation) સંસ્થા આર્થિક રીતે પછાત અને તકવંચિત બાળકોના ઉત્થાન માટે કાર્ય કરી રહી છે. વર્ષ 2008માં 5 બાળકોથી શરૂ થયેલી આ સંસ્થામાં આજે 550 થી વધુ બાળકો અભ્યાસ મેળવી રહ્યા છે. તો ચાલો વધુ જાણીએ…

મળતી માહિતી અનુસાર, સ્નેહા ફાઉન્ડેશન નામની આ સંસ્થા ભાવનગરમાં પ્લોટ નંબર 217, હનુમાનજીના ઓટલા સામે, બહુચર માતાજીના મંદિર સામેનો ખાંચો, રૂવાપરી રોડ, ખેડૂતવાસ વિસ્તારમાં કાર્યરત છે. આ સંસ્થા દ્વારા બાળકોના અભ્યાસની સાથે બાળકોનો સર્વાંગી વિકાસ થાય તેવી પ્રવૃતિઓ પણ કરાવવામાં આવે છે.

જાણવા મળ્યું છે કે, સંસ્થા દ્વારા સ્વાસ્થયને લગતી પ્રવૃતિઓ, તરુણાવસ્થા દરમિયાન બાળકોમાં થતાં શારીરિક અને માનસિક ફેરફારોમાં અન્નપૂર્ણા યોજના અંતર્ગત જરૂરિયાતમંદ પરિવારોને અનાજની કીટ વિતરણ, મેડિકલ કેમ્પ, સેનેટરી પેડ્સનું વિતરણ જેવી અનેકવિધ પ્રવૃતિઓ કરાવવામાં આવી રહી છે. તિમજ વિવિધ તહેવારોની ઉજવણી, રમતોત્સવ, બાળકોને ભોજન વિતરણ જેવા અનેક કાર્યક્રમો કરવામાં આવે છે.

ત્યારે હમણાની જ વાત કરીએ તો, ગુજરાત હાઇકોર્ટ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ આયોજીત નિર્ભયા બ્રિગેડમાં સ્નેહા ફાઉન્ડેશન સંસ્થાની પસંદગી કરવામાં આવી હતી. નોંધનીય છે કે આ સંસ્થા શુભેચ્છકો અને દાતાઓના સહયોગથી કાર્ય કરી રહી છે. સંસ્થામાં આપવામાં આવતું અનુદાન 80G અંતર્ગત કરમુક્ત છે. સંસ્થામાં સહયોગ કરવા માટે સંસ્થાના મોબાઈલ નંબર – ૯૩૨૮૨૮૩૨૮૧ પર સંપર્ક કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *