કાગવડમાં પટેલ સમાજના ગૌરવ સમાન ખોડલધામને લઈ હાલમાં એક આનંદનાં સમાચાર સામે આવ્યા છે. ખોડલધામ ટ્રસ્ટ કાગવડના નેતૃત્વ હેઠળ પાટણ તાલુકામાં આવેલ સંડેર ગામની 30 વીઘા જમીનમાં નિર્માણ પામનાર ખોડલધામ સંકુલના સ્થળ નિરીક્ષણ માટે આવેલ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ દ્વારા આ સંકુલના માધ્યમથી ઉત્તર ગુજરાતમાં સારા કાર્યો કરી શકાશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આની સાથે જ આ સંકુલ પાટીદાર સમાજની ઉપરાંત તમામ સમાજને ઉપયોગી બનશે તેવો મત વ્યક્ત કરવામાં આવ્યો હતો. બને તેટલા વહેલા સંકુલના કાર્યની શરૂઆત કરીને ખુબ ઝડપથી કામગીરી પૂર્ણ કરવામાં આવશે એવું નરેશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
સંડેર ગામમાં 30 વીઘા જમીનમાં ખોડલધામ શિક્ષણ તથા આરોગ્ય માટેના કાર્યો માટે સંકુલનું નિર્માણ થવા માટે જઈ રહ્યું છે. આ સંકુલ માટે સૂચિત કરવામાં આવેલ જગ્યાના નિરીક્ષણ માટે ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલે શનિવારે સ્થળની મુલાકાત લઈને બાલીસણામાં ગાંધીજીની પ્રતિમાને માલ્યાર્પણ કર્યું હતું.
ત્યારબાદ પાટીદાર સમાજ સહિત અનેકવિધ સમાજ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમના આગમનને કારણે પાટીદાર યુવાનોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. વાહનોના કાફલાની સાથે તેઓ સંડેર ગામે પહોંચતાની સાથે જ બાલિકાઓએ તેમનું સામૈયું કર્યું હતું.
આ પ્રસંગે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઇ પટેલ જણાવતાં કહે છે કે, ખોડલધામની સ્થાપના કર્યાં બાદ કેટલાંક સપનાઓ સાકાર કર્યા છે તેમજ હજુ અઢળક સપનાઓ સાકાર કરવાના છે જેના ભાગ સ્વરૂપે ઉત્તર ગુજરાતમાં આવેલ સંડેર ગામમાં ખોડલધામના નેજા નીચે સંકુલ બનવા જઈ રહ્યું છે.
પારિવારિક પ્રશ્નો અંગે પોલીસ સુધી નથી જવું આપણા વડીલો તથા આપણું પંચ જે કહે તે સ્વીકારીને આગળ વધવું છે. પંચના ખૂબ સારા પરિણામો મળે છે. આવા સારા કાર્યો ઉત્તર ગુજરાતમાં કરી શકીએ એની માટે આ સંકુલ બનાવવા માટે જઈ રહ્યા છીએ. આ પ્રસંગે ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ટ્રસ્ટી દિનેશભાઈ કુંભાણી ધારાસભ્ય કિરીટ પટેલ દિનેશ બાભણીયા, અલ્પેશ કથેરિયા તથા ખોડલધામ ટ્રસ્ટના અગ્રણીઓ હાજર રહ્યા હતા.
ખોડલધામ અને અન્ય સંકુલના નકશા પ્લાન હવે તૈયાર થશે :
પાટણના ધારાસભ્ય ડૉ. કિરીટભાઈ પટેલ જણાવતાં કહે છે કે, ખોડલધામ બનાવવા માટે જમીન મેળવવાની કાર્યવાહી સરકારમાં ચાલી રહી છે તથા ટૂંક સમયમાં આ કામ પૂર્ણ થઈ જશે. ખોડલ ધામમાં આકાર પામનાર મંદિર તથા અન્ય સંકુલના નકશા પ્લાન વગેરે હવે તૈયાર કરવામાં આવશે. એકવાર સ્થળ નિરીક્ષણ થઈ ગયા બાદ કામો ઝડપથી કરી શકાશે.
એકસાથે 4 સંકુલ તૈયાર થશે :
લેઉવા પાટીદાર સમાજના યુવા કાર્યકર હાર્દિક પટેલે જણાવતાં કહ્યું હતું કે, ખોડલધામમાં મંદિર અને ખેતી સંશોધન કેન્દ્ર તથા શૈક્ષણિક સંકુલ અને આરોગ્ય સંસ્થાન નિર્માણ પામનાર છે. જેમાં એકસાથે કુલ 4 સંકુલનું નિર્માણ કરવામાં આવશે એવું જણાવ્યું છે.
જમીન સંપાદન પ્રક્રિયામાં સહયોગીઓને બિરદાવ્યા :
ખોડલધામ બનાવવા માટે જમીન સંપાદનમાં તત્કાલીન કલેક્ટર આનંદ પટેલ તથા આ પ્રક્રિયા ગાંધીનગર સુધી પહોંચાડવામાં ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલે પ્રયત્નો કર્યા હોઇ તેમની કામગીરી બિરદાવવામાં આવી હતી. પંચાયતનો પણ સહયોગ મળ્યો હોવાનું કાર્યક્રમમાં જણાવવામાં આવ્યું હતું.
ઉ.ગુ.ના સામાજિક સંગઠન બાદ આ મોટું સંકુલ બનશે :
પાટણ જિલ્લામાં ઉ.ગુજરાતના કુલ 42 લેઉવા પાટીદાર સમાજના 110થી વધારે ગામોનું એક સામાજિક સંગઠન દોઢેક વર્ષ પહેલાં બનાવવામાં આવ્યું હતું કે, જેમાં સામાજિક સુધારા સૂચિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સૌથી મોટા ધાર્મિક તથા શૈક્ષણિક સામાજિક સંસ્થાન ખોડલધામ આકાર પામવા માટે જઈ રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle