ગુવાહાટી(Guwahati): આસામ(Assam)ના દારંગ(Darang) જિલ્લામાં આજે એક કાળજું કંપાવી નાખે તેવી ઘટના સામે આવી છે. દારંગ જિલ્લામાં આજે સ્થાનિક લોકો અને પોલીસ વચ્ચે ભીષણ અથડામણ(Fierce clashes between locals and police) થઈ હતી. અતિક્રમણ વિરોધી કામગીરી દરમિયાન પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું, ત્યારબાદ પોલીસ ગોળીબાર(Police firing)માં બે લોકોના મોત થયા હતા. આ અથડામણમાં 10 લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. ઘાયલોમાં મોટાભાગના પોલીસકર્મી છે. દારંગ જિલ્લા વહીવટીતંત્રે સીપાઝાર વિસ્તારમાં 600 હેક્ટરથી વધુ સરકારી જમીન ખાલી કરી છે જેમાં 800 પરિવારો ગેરકાયદે રહેતા હતા. સ્થાનિક લોકો જિલ્લા વહીવટીતંત્રની આ કાર્યવાહીનો વિરોધ કરી રહ્યા હતા.
અસમ : પોલીસ ગોળીબારમાં 2 ના મોત; પોલીસે મૃતદેહ પર લાકડીઓ ફટકારી, સત્તાવાર ફોટોગ્રાફરે લાત અને મુક્કા માર્યા #trishulnews #topnewstoday #gujaratinews #breakingnews #newsupdate pic.twitter.com/1W58m2C47e
— Trishul News (@TrishulNews) September 24, 2021
દારંગ પોલીસનું કહેવું છે કે, જ્યારે પ્રદર્શનકારીઓએ પોલીસ ટીમ પર પથ્થરમારો શરૂ કર્યો ત્યારે પરિસ્થિતિ બેકાબુ બની ગઈ અને ટોળાએ પોલીસ ટીમ પર તીક્ષ્ણ હથિયારો અને લાકડીઓ વડે હુમલો કર્યો હતો. ત્યારબાદ પોલીસે પોતાના બચાવ માટે સ્થાનિક લોકો પર ફાયરિંગ કર્યું હતું. ગોળીબારમાં બે પ્રદર્શનકારીઓના મોત થયા હતા. આ અથડામણમાં ગંભીર રીતે ઘાયલ થયેલા પોલીસકર્મીઓને ગુવાહાટી મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે.
પોલીસ ફાયરિંગમાં બે લોકોના મોતને કારણે વિસ્તારમાં તણાવનો માહોલ છે. આસામની વિપક્ષી પાર્ટી હિમંત વિશ્વસર્મા સરકાર પર સવાલો ઉઠાવી રહ્યા છે. જો કે મુખ્યમંત્રી હિમંત વિશ્વસર્માએ કહ્યું કે, અતિક્રમણ સામેની ઝુંબેશ ચાલુ રહેશે. હવે આ મામલે રાજકારણ શરૂ થયું છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને આસામ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે, રાજ્ય હાલમાં સરકાર દ્વારા પ્રાયોજિત આગની પકડમાં છે. રાહુલ ગાંધીએ એક અહેવાલનો ઉલ્લેખ કર્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે, કથિત અતિક્રમણ સામે વિરોધ કરી રહેલા લોકો પર પોલીસ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેમના પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં કેટલાક લોકો માર્યા ગયા હતા અને કેટલાક ઘાયલ થયા હતા. આ અંગેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થયો છે.
કોંગ્રેસી નેતાએ ટ્વિટ કર્યું છે કે, આસામમાં સરકાર દ્વારા પ્રાયોજિત આગ ચાલુ છે. હું રાજ્યના મારા ભાઈઓ અને બહેનો સાથે ઊભો છું. ભારતનું કોઈ બાળક આને લાયક નથી. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ આ ઘટના અંગે ફેસબુક પોસ્ટમાં ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે, ભાજપ ગાંધીજીથી પ્રેરિત દેશને હિંસા અને નફરતની આગમાં ફેંકી દેવા માંગે છે. હિંસા અને દ્વેષ તેના શબ્દો અને કાર્યો છે. આસામમાં આ ઘટનાની નિંદા કરવામાં આવે એટલી ઓછી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.