રવિવારે (17 જુલાઈ) કેરળના કોલ્લમ (Kollam, Kerala) જિલ્લામાં એક ખાનગી શૈક્ષણિક સંસ્થામાં NEET પરીક્ષા દરમિયાન કેટલીક વિદ્યાર્થીનીઓને ખૂબ જ અપમાનજનક પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. અહીં પરીક્ષા પહેલા કેટલીક વિદ્યાર્થિનીઓને પરીક્ષા દરમિયાન અંદરના વસ્ત્રો ઉતારવાનું પણ કહેવામાં આવ્યું હતું. જો આમ નહિ કરે તો, તેમને પરીક્ષામાં બેસવા દેશે નહિ તેવું કહેવામાં આવ્યું હતું. હાલ કેરળ પોલીસે આ મામલે કેસ નોંધ્યો છે.
હકીકતમાં, કોલ્લમ જિલ્લામાં, NEET પરીક્ષામાં હાજર રહેલી વિદ્યાર્થીનીઓને તપાસના નામ પર તેમના આંતરિક વસ્ત્રો ઉતારવાનું કહેવામાં આવ્યું હતું. પોલીસે જણાવ્યું કે, જિલ્લાના આયુરમાં એક ખાનગી શૈક્ષણિક સંસ્થામાં રવિવારે NEETની પરીક્ષા લેવામાં આવી હતી. અહીં વિદ્યાર્થીનીઓને પરીક્ષા દરમિયાન કથિત રીતે અપમાનનો સામનો કરવો પડ્યો હતો. કેટલીક યુવતીઓના નિવેદન બાદ મહિલા અધિકારીઓની ટીમે કેસ નોંધ્યો છે.
‘મારી દીકરી હજુ આઘાતમાં છે’ – પીડિત વિદ્યાર્થીનીના વાલી
આ મામલો સોમવારે NEET પરીક્ષા દરમિયાન પ્રકાશમાં આવ્યો જ્યારે 17 વર્ષની છોકરીના પિતાએ કહ્યું કે, તેની પુત્રી NEET પરીક્ષા આપવા પહોચી હતી અને તેની સાથે ગેરવર્તણૂક આચરવામાં આવી છે. તેણી હજુ પણ આ ઘટનાથી આઘાતમાં છે. પીડિતાના પિતાએ જણાવ્યું કે, દીકરીને પરીક્ષા માટે 3 કલાકથી વધુ સમય સુધી અંડરવેર વગર બેસવું પડ્યું. છોકરીના પિતાએ કહ્યું કે તેમની પુત્રીએ NEET બુલેટિનમાં દર્શાવેલ ડ્રેસ કોડ મુજબ પોશાક પહેર્યો હતો. તેમ છતાં ત્યાં મેનેજમેન્ટે કેટલીક વિદ્યાર્થીનીઓ સાથે ગેરવર્તણૂક કરી હતી.
NEET પરીક્ષાને લઈને આ શરમજનક ઘટનાને વખોડીને વિવિધ યુવા સંગઠનોએ દોષિતો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. કેરળ રાજ્ય માનવ અધિકાર પંચે પણ આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. કમિશને કોલ્લમ ગ્રામીણ પોલીસ અધિક્ષક (ગ્રામીણ)ને 15 દિવસમાં રિપોર્ટ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ના અધિકારીઓના જણાવ્યા અનુસાર, રવિવારે મેડિકલ એન્ટ્રન્સ પરીક્ષા NEETમાં લગભગ 95 ટકા હાજરી નોંધાઈ હતી, જેમાં અત્યાર સુધીની સૌથી વધુ અરજીઓ મળી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.