દશેરા પર જલેબી એમ જ નથી ખવાતી, જાણો ભગવાન રામ સાથે જોડાયેલી આ પૌરાણિક કથા

Dussehra 2024: નવરાત્રીના છેલ્લા દિવસે આખી રાત ગરબા રમ્યા બાદ વહેલી સવારે ગુજરાતીઓ ફરસાણની દુકાને પહોંચી જાય છે અને ફાફડા જલેબીની મજા માણે છે. તેલમાં તળાઈ રહેલા તાજા ફાફડા, પપૈયાની ચટણી સાથે મરચાની લિજ્જત લોકો માણે છે. પણ શું તમને ખબર છે કે દશેરા (Dussehra 2024) પર ફાફડા જલેબી કેમ ખાવામાં આવે છે, આવો જાણીએ..

ભગવાન રામને ખૂબ પ્રિય હતી જલેબી
પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન શ્રી રામને શશકુલી નામની મીઠાઈ ખૂબ જ પસંદ હતી. હવે આ મીઠાઈ જલેબી તરીકે ઓળખાય છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રી રામના સૌથી પ્રિય ભક્ત હનુમાન તેમના માટે ફાફડા સાથે જલેબી બનાવતા હતા. ત્યારથી એવી માન્યતા છે કે દશેરાના ઉપવાસનો અંત ચણાનો લોટ (ફાફડા) અને જલેબી ખાવાથી જ થવો જોઈએ.

જલેબી માઈગ્રેનમાં રાહત આપે છે?
સપ્ટેમ્બર ઓક્ટોબર દરમિયાન વાતાવરણમાં અનેક ફેરફારો થતાં રહે છે. ડબલ સિઝન થવાથી ઘણા લોકોને માઈગ્રેન પણ થતું હોય છે. શરીરમાં સિરોટોરિન તત્વ ઘટી જાય છે. જલેબીમાં ટિરામાઈન નામનું તત્વ હોય છે જે શરીરમાં સેરોટોનિન નામના તત્વને કાબૂમાં રાખે છે. અને માઈગ્રેનમાં રાહત આપે છે.

શ્રી રામ જ્યારે ખુશ થતા ત્યારે જલેબી ખાતા હતા
ધાર્મિક ગ્રંથોમાં કહેવાયું છે કે જલેબી ભગવાન શ્રી રામને પ્રિય હતી. જ્યારે પણ તે ખુશ થતો ત્યારે જલેબી ખાતા હતા. તેથી રાવણ દહન પછી લોકો જલેબી ખાઈને ઉજવણી કરે છે. તેથી, જ્યારે શ્રી રામે રાવણનો વધ કર્યો, ત્યારે લોકોએ શ્રી રામની પ્રિય મીઠાઈઓથી તેમના મોં મીઠાં કર્યા અને તેમના પ્રિયના નામનો જાપ કર્યો. એવું માનવામાં આવે છે કે ત્યારથી દશેરા પર જલેબી ખાવાનો ટ્રેન્ડ બની ગયો છે.

વર્ષ 2024માં દશેરા 12 ઓક્ટોબર, શનિવારના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે રાવણ દહન કરીને શત્રુ પર જીતની ઉજવણી કરવામાં આવે છે.