લવિંગના આ 5 ઉપાય નવરાત્રિમાં પૈસાનો કરશે વરસાદ; કરિયરમાં પણ મળશે સફળતા

Navaratri 2024: દેવી દુર્ગાના નવ સ્વરૂપોની આરાધનાનો તહેવાર એટલે નવલી નવરાત્રિ આ વખતે નોરતા 3જી ઓક્ટોબરથી શરૂ થઈ ગયા છે. ભક્તો નવરાત્રિ દરમિયાન ઉપવાસ કરે છે અને ભક્તિભાવથી માતાની પૂજા અર્ચના કરે છે. માતા દુર્ગાના આશીર્વાદ આ ઉપાયથી મળે છે અને ભક્તોના (Navaratri 2024) જીવનમાં સુખ, સમૃદ્ધિ સાથે પ્રગતિ આવે છે. નવરાત્રિ દરમિયાન લવિંગનો ઉરાય કરવાથી તમે આર્થિક લાભ મેળવી શકો છો. આ ઉપાયો કરવાથી દેવી માતા રાણી પ્રસન્ન થાય છે અને તમને પારિવારિક જીવન અને કરિયરમાં પ્રગતિ થવા લાગે છે. ચાલો જાણીએ આ ઉપાયો વિશે.

કારકિર્દી ઉન્નતિ અને નાણાકીય લાભ માટેના ઉપાય
તમે હાલ બેરોજગાર છો, અથવા મનગમતી જગ્યાએ નોકરી મેળવી શકતા નથી, તો તમારે નવરાત્રિ દરમિયાન એક સરળ શાસ્ત્રોક્ત ઉપાય તરીકે લવિંગનો ઉપયોગ કરવો જોઈએ. તમારે ફક્ત નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાની પૂજા દરમિયાન 2 લવિંગ લઈને તમારા માથા પર સાત વાર ઉતારવાનું છે. આ પછી આ બે લવિંગને પાણીમાં પધરાવી દેવા એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી બેરોજગાર લોકોને રોજગાર મળે છે. નોકરીયાતને પ્રમોશન અથવા આવકમાં વધારો થઈ શકે છે. તેની સાથે આ ઉપાય કરવાથી તમને આર્થિક લાભ પણ મળી શકે છે.

ધન માટે લવિંગ ઉપાય
જ્યારે તમારા જીવનમાં બધુ જ સારૂ થવાનુ હોય ત્યારે તમે અવળુ નાખુ તો પણ સવળુ પડે છે, ત્યારે અચાનક તમારા બધા કામ પૂર્ણ થવા લાગે છે. પરિવારમાં સકારાત્મક ઉર્જા જાળવી રાખવા માટે, તમારે નવરાત્રિ દરમિયાન દરરોજ કપૂર પર લવિંગ મૂકીને તેને પ્રગટાવવું જોઈએ, ત્યારબાદ આ ધુમાડો આખા ઘરમાં ફેલાઈ જાય. એવું માનવામાં આવે છે કે આ સરળ ઉપાય તમારા જીવનમાંથી દરેક નકારાત્મકતાને દૂર કરી શકે છે.

પરિવારી ઝગડામાંથી મળશે મુક્તિ
જે લોકોના ઘરમાં દરરોજ ઝઘડા થાય છે અથવા કોઈના કોઈ કારણસર મન-દુઃખ થાય છે તેમને શારદીય નવરાત્રીમાં એક પીળા કપડામાં લવિંગની જોડીને બાંધીને ઘરના કોઈ ખૂણામાં લટકાવી. આ ઉપાય કરવાથી ઘરમાં ઝઘડા નહીં થાય. સાથે જ પૈસાની સાથે સંબંધિત સમસ્યાઓ પણ દૂર થશે. તેમજ આ ઉપાય ગુપ્ત રીતે કરવો જોઈએ.

શિવલિંગ પર લવિંગ અર્પણ કરો
જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો તમારા કોઈ કામમાં ઘણા સમયથી બાધા આવી રહી હોય અને મહેનતનું ફળ મળતું ન હોય તો તેના માટે નવરાત્રીના નવ દિવસ સુધી લવિંગનું દાન કરો. તમે શિવલિંગ પર લવિંગ અર્પણ પણ કરી શકો છો.