નવરાત્રીમાં ખેલૈયાઓને મંજુરી નહિ, પરંતુ ચૂંટણીનો પ્રચાર કરવા પક્ષોને આપી મંજુરી…

કોરોના મહામારીને લીધે સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમણમાં વધારો થાય નહીં એની માટે રાજ્ય સરકાર દ્વારા આગામી વાઈબ્રન્ટ નવરાત્રી મહોત્સવ ન યોજવા માટેની જાહેરાત કરવામાં આવી છે. જેનાંથી એ વાત નક્કી માનવામાં આવી રહી છે.

રાજ્યનાં સૌથી મોટો ધાર્મિક મહોત્સવ નવરાત્રી આ વર્ષે યોજવામાં આવશે નહી પણ બીજી બાજુ આજે કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા વિધાનસભાની કુલ 8 ખાલી પડેલ બેઠક પર પેટાચૂંટણી માટેની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. જેને લીધે ગુજરાતમાં નવરાત્રીનો ઉત્સવ યોજવામાં આવશે નહી પરંતુ કુલ 8 બેઠકની પેટાચૂંટણીનો પ્રચાર જોરશોરથી કરવાની મંજુરી આપી દેવામાં આવી છે.

રાજકીય પક્ષોને પ્રચાર માટેની મંજુરી :
રાજ્યમાં કુલ 8 બેઠકની વિધાનસભાની પેટાચૂંટણી 3 નવેમ્બરનાં રોજ યોજવાની જાહેરાત ચૂંટણીપંચ દ્વારા કરી દેવામાં આવી છે, જેની સામે જનતામાં આશ્ચર્યની સાથે રોષ ફેલાયો છે. કેમ કે 17 ઓક્ટોબરે આવી રહેલ કુલ 9 દિવસના નવરાત્રીનો ઉત્સવ ઊજવવા પર પ્રતિબંધ મૂકવાની વિચારણા ચાલી રહી છે તો બીજી તરફ ચૂંટણીપંચે નવરાત્રીનાં તહેવારમાં જ રાજકીય પક્ષો ચૂંટણીપ્રચાર કરી શકે એ પ્રમાણે ચૂંટણી યોજવાની જાહેરાત કરી દેવામાં આવી છે.

વિધાનસભાની કુલ 8 બેઠકોની પેટાચૂંટણી માટેનાં ઉમેદવારીપત્ર 16 ઓક્ટોબર સુધી ભરવામાં આવશે. જયારે મતદાન 3 નવેમ્બરે યોજવામાં આવશે.આને જોતાં નવરાત્રી દરમિયાન જ રાજકીય પક્ષોને ચૂંટણીનો પ્રચાર કરવાની મંજુરી આપી દેવામાં આવી છે.

વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ યોજવામાં આવશે નહી :
એ તો સ્પષ્ટ થઈ જ ગયું કે, ચાલુ વર્ષ દરમિયાન રાજ્યમાં ગરબાનું આયોજન કરવામાં આવશે નહી. શનિવારનાં રોજ CM વિજય રૂપાણીએ જણાવતાં કહ્યું હતું કે, કોરોનાને લીધે GMDC ગ્રાઉન્ડમાં યોજનાર વાઈબ્રન્ટ નવરાત્રી મહોત્સવને રદ કરવામાં આવ્યો છે.

પહેલાં પણ રાજ્યના બધાં જ મોટા ગરબાનાં આયોજકો ગરબાનું આયોજન કરવાં માટેનો ઇનકાર કરી ચૂક્યા છે. CM વિજય રૂપાણીએ જણાવતાં કહ્યું હતું કે, ચાલુ વર્ષ દરમિયાન 17-25 ઓક્ટોબર સુધી નવરાત્રીનો તહેવાર છે. સમગ્ર વિશ્વમાં ફેલાયેલ કોરોના મહામારીને લીધે રાજ્ય સરકારે આ વર્ષ દરમિયાન અમદાવાદમાં આવેલ GMDC ગ્રાઉન્ડમાં રાજ્યકક્ષાનો વાઈબ્રન્ટ નવરાત્રિ મહોત્સવનું આયોજન નહી કરવાં માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કોરોના કાળમાં પ્રજાની સલામતી આપણા સૌની સૌથી મોટી પ્રાથમિકતા છે. વિશાળ જનહિતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

કઈ બેઠક પરથી કયા ધારાસભ્યે રાજીનામાં આપ્યાં હતાં :
રાજ્યસભાની ચૂંટણી વખતે માર્ચ માસમાં કોંગ્રેસનાં અબડાસા, ધારી, ગઢડા, ડાંગ તેમજ લીંબડી બેઠક પરથી અનુક્રમે પ્રદ્યુમનસિંહ, જે.વી. કાકડિયા, પ્રવીણ મારૂ, મંગળ ગાવિત, સોમાભાઈ પટેલે રાજીનામાં આપ્યું હતું. ત્યારબાદ જૂન માસમાં કરજણનાં અક્ષય પટેલ, કપરાડા બેઠક પરથી જિતુ ચૌધરી તેમજ મોરબી બેઠક પરથી બ્રિજેશ મેરજાએ રાજીનામુ આપ્યું હતું. આમ માત્ર 2 તબક્કામાં કુલ 8 બેઠક ખાલી થઈ છે.

ચૂંટણીનો કાર્યક્રમ :
9 ઓક્ટોબરનાં રોજ જાહેરનામું બહાર પાડવામાં આવશે. 16 ઓક્ટોબરનાં રોજ ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિન 17 ઓક્ટોબરનાં રોજ ઉમેદવારીનાં ફોર્મની ચકાસણી કરવામાં આવશે. 19 ઓક્ટોબરે ઉમેદવારી ફોર્મ પાછા ખેંચી શકાશે. 3 નવેમ્બરનાં રોજ મતદાન કરવામાં આવશે. 10 નવેમ્બરે મતદાનની ગણતરી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *