નવસારી ખાતે ગૌ સેવાના લાભાર્થે યોજાયેલો લોકગાયિકા ગીતા રબારીના લોક ડાયરો ફરી એકવાર ડોલરીયો ડાયરો બન્યો હતો. ડાયરો માણવા આવેલા NRIએ અહીં રૂપિયાની જગ્યાએ ડોલરનો વરસાદ કરી ડાયરાને વધાવ્યો હતો.
નવસારીના બી.આર ફાર્મ ખાતે ગૌ સેવાના લાભાર્થે લોક ગાયિકા ગીતા રબારીના ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. ડાયરો હોય અને રૂપિયાનો વરસાદ થાય તે હવે સાવ સામાન્ય બાબત બની ગઈ છે. પરંતુ નવસારી ખાતે યોજાયેલ ગીતા રબારીનો ડાયરો ફરી એક વાર ડોલરીયો બન્યો હતો.
ગૌ સેવા માટે આયોજિત ડાયરામાં જ્યારે એક તરફ 15થી 20 લાખ રૂપિયાનો વરસાદ થયો હતો. ત્યારે બીજી તરફ શિયાળાની ઋતુમાં ખાસ માદરે વતનની મુલાકાતે આવતા વિદેશી ભારતીય લોકોએ લોકસેવાની ભાવનામાં વહી જઈ ડોલરનો વરસાદ કર્યો હતો.
ગૌ સેવા સમિતિના અધ્યક્ષ, સાજન ભરવાડે જણાવ્યું હતું કે, દેશ માં ગૌ હત્યા રોકવા માટે અમે કટિબદ્ધ છીએ.ગૌ રક્ષા ના હેતુ માટે ડાયરા નું આયોજન હતું. અંદાજે 15 થી 20 લાખ રૂપિયાની ડાયરા માં ઓર થઈ છે. ગાય ની રક્ષા અને એમ્બ્યુલન્સ માટે પૈસા વાપરશું. નવસારી ની આજુ બાજુ NRI આવ્યા હતા.તેઓ ડાયરા મા આવી ડોલર પાઉન્ડ નો વરસાદ કર્યો હતો.
ઓસ્ટ્રેલિયામાં રહેતા NRI અલ્પા પટેલે જણાવ્યું હતું કે, હું ઓસ્ટ્રેલિયા થી આવી છું.ગીતા બેન ને લાઈવ જોઈ બહુ આનંદ થયો.અમે હમણાં જ ભારત આવ્યા હતા તો અમારી પાસે ભારતીય ચલણ હતું નહીં.તો અમે ડોલર નો વરસાદ કરી દીધો.લોકો ને આરીતે જોઈ ને બહુ મજા આવી.
લોકગાયિકા ગીતા રબારીએ આ અંગે જણાવ્યું હતું કે , ગાયો ના લાભાર્થે કાર્યક્રમ હતો.ગૌ સેવા માં વપરાશે.પૈસા સાથે ડોલર પણ ઉડયા છે.લોકો વેકેશન ગાળવા ભારત આવે છે ત્યારે ભાવના માં આવી ડોલર વરસાવે છે.
લોકો મને માને છે તેનો મને ગર્વ છે.હું ગુજરાતી છું એનો મને ગર્વ છે.મારા ગીત ના 200 મિલિયન વયુઝ થયા છે.ચાર બંગડી ગીત બાબતે હું કઈ જાણતી નથી. કિંજલનું ગીત પેહલા આવ્યું હતું મારું પછી આવ્યું હતું. અમે મિત્રો છીએ પણ હું કઈ જાણતી નથી.