નવસારી(Navsari) ના જલાલપોરમાં એક વિચિત્ર પ્રકારની અને ગુજરાત(Gujrat) રાજ્યના શિક્ષણ જગતમાં શર્મસાર કરી દેતી એક ઘટના હાલ જલાલપોરની એક નામાંકિત શાળામાં બનવા પામી છે. જ્યાં એક શિક્ષકે ધોરણ ૦૭ ના વિદ્યાર્થીઓના વોટ્સેપ ગ્રુપમાં એડલ્ટ વિડીયો શેર કરી દીધો હતો. જેને લઈને ગ્રુપમાં રહેલી વિદ્યાર્થીનીઓ પણ ક્ષોભમાં મુકાઇ ગઈ હતી. વિદ્યાર્થીઓએ માતા પિતાને જાણ કરતા વાલીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.
જલાલપોરમાં આવેલી એક ખાનગી શાળાના ધોરણ ૦૭ ના વોટ્સેપ ગ્રુપમાં શિક્ષક દ્વારા એડલ્ટ વિડીયો મૂકી દેવાતા વાલીઓ રોષે ભરાયા હતા. અને શાળાના શિક્ષક સામે લાલઘુમ થઇ ગયા હતા ત્યારબાદ સૌ વાલીઓએ ભેગા થઈને શાળાના પ્રિન્સીપાલને આ બાબતે ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારબાદ પણ વાલીઓ સંતુષ્ટ ના હતા અને શિક્ષક સામે પોલીસ ફરિયાદ કરવાની તૈયારીઓ પણ કરી લીધી છે.
ખાનગી શાળાના આ શિક્ષકે વિદ્યાર્થીઓના વોટ્સેપ ગ્રુપમાં મધ્યરાત્રી દરમિયાન અશ્લીલ વિડીયો શેર કર્યા હતા. તેમજ ઘટનાના સમય બાદ પણ તેને ડીલીટ કરવામાં નોહતા આવ્યા શિક્ષકથી ભૂલથી થયું છે કે જાણી જોઇને કરવામાં આવ્યું છે તે એક તપાસનો વિષય છે. તેમજ હવે આ ઘટના બાદ શાળાના આચાર્ય ટ્રસ્ટીઓ શિક્ષક વિરુદ્ધ શું પગલા ભરે છે તે જોવું રહ્યું.
અત્યત ધ્રુણાસ્પદ કહી શકાય તેવી આ ઘટના બાદ ઘણાં બધા સવાલો સામે આવી રહ્યા છે. સૌથી મોટો સવાલ એ છે કે શું શિક્ષકે જાણી જોઇને આ વિડીયો પોસ્ટ કર્યો? કે તેમનાથી ભૂલ થઇ ? કારણકે વિડીયો પોસ્ટ થવાના લાંબા સમય બાદ પણ તેને રીમુવ નોહતો કરાયો.એક જવાબદાર શિક્ષક આવી બીભત્સ ભૂલ કઈ રીતે કરી શકે? શું બાળકોનું મગજ ભ્રમિત કરતી પોસ્ટ બાદ શિક્ષણ જગત આ શિક્ષક સામે શું પગલા ભરશે?
મીડિયાની શાળાના પ્રિન્સીપાલ સાથે થયેલી વાતચિતમાં તેઓ જણાવે છે કે, શિક્ષકના આવા શર્મસાર કૃત્ય કરવાના કારણે શાળાનું નામ પણ ખરાબ થયું છે. જેના લીધે શાળા પરિવાર,વાલીઓ, બાળકો ચિંતામાં મુકાયા છે. ત્યારે શાળા પરિવાર આ શિક્ષક વિરુધ્ધ ખાસ સખત પગલા ભરશે જેથી કરીને ભવિષ્યમાં આવી ઘટનાનું પુનાર્વર્તન થાય નહિ. હવે આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ દાખલ કરી દેવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે આ શિક્ષક વિરુદ્ધ કેવા પગલા ભરવામાં આવે છે.