સુરત ક્રાઈમ બ્રાન્ચનું સૌથી મોટું ઓપરેશન: 21 ગુનાઓમાં નાસ્તા ફરતા કુખ્યાત આરોપી પ્રવીણ રાઉતની ધરપકડ

Published on: 3:29 pm, Fri, 24 June 22

સુરત(ગુજરાત): સુરત(Surat)માં હત્યા, ચોરી, લુંટના અનેક કિસ્સાઓ રોજબરોજ સામે આવતા રહે છે. ત્યારે પોલીસ આવા અસામાજિક તત્વોને પકડવામાં સફળ રહેતી હોય છે. સુરત ક્રાઈમ બ્રાંચ(Crime Branch) આવા ગુના કરતા અનેક આરોપીઓને પકડીને જેલ ભેગા કરવામાં સફળતા પ્રાપ્ત કરે છે. ત્યારે ફરીવાર ક્રાઈમ બ્રાંચ દ્વારા એક કુખ્યાત આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

મળતી માહિતી મુજબ, છેલ્લા ઘણા સમયથી 21 ગુનાઓમાં નાસતા ફરતા કુખ્યાત આરોપી પ્રવીણ ઉર્ફે દિપક દશરથ ઉર્ફે દાસો રાઉતને ઝડપી પાડવામાં આવ્યો હતો. આ ક્રાઈમ બ્રાંચનું સૌથી મોટું અને સફળ ઓપરેશન છે. જેમાં તેમણે અનેક ગુના આચરનાર પ્રવીણ રાઉતની ધરપકડ કરી છે.

આ કુખ્યાત આરોપી પ્રવીણ રાઉતે અગાઉ ખાંડણી, હત્યા, હત્યાની કોશિશ, અપહરણ, લૂંટ અને મારામારી જેવા અનેક ગુનાઓને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત, એવું પણ જાણવા મળ્યું છે કે પ્રવીણ રાઉત કોઈ પણ ગુનાઓ કરે ત્યારે હથિયાર સાથે રાખીને ગુનાને અંજામ આપતો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.