Navasari News: નવસારી (Navasari News) જિલ્લામાં થોડા દિવસ અગાઉ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં એક યુવતી શારીરિક સંબંધ (sexual intercourse) દરિમયાન લોહી વહી જવાથી મૃત્યુ પામી હતી. ત્યારે આ મામલે નવસારી પોલીસ દ્વારા ઘણા ખુલાસા કરવામાં આવ્યા છે. જેમાં સામે આવ્યું છે કે શરીર સંબંધ બાંધતી વખતે યુવાન પ્રેમીએ યુવતીના શરીરમાંથી લોહી નીકળતું હોવા છતાં સમયનો વેડફાટ કરી પોતાને બચવાનો પ્રયાસ કર્યો હતો, જેથી યુવતીનું મોત નીપજ્યું હતું. આ મામલામાં પીએમ રિપોર્ટ આવ્યા બાદ જલાલપુર પોલીસે યુવાન પ્રેમી વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી છે.
તારીખ 23 સપ્ટેમ્બર ના રોજ બપોરે 2:00 વાગ્યે આસપાસ ચીખલીના નોગામા ગામમાં રહેતા યુવાનએ પોતાની પ્રેમિકાને લઈને નવસારી શહેરમાં આવેલી હેપી સ્ટે હોટલમાં જાય છે. અને ત્યાર બને કોલ શરીર સંબંધ બાંધે છે. યુવાને પ્રેમિકા યુવતી સાથે શરીર સંબંધ બાંધવા દરમિયાન યુવતીના શરીર ગુપ્ત ભાગે વધુ પડતું લોહી નીકળવા લાગે છે ત્યારે આ પરિસ્થિતિમાંથી કઈ રીતે બહાર આવવું તે માટે યુવક google સર્ચ કર્યું હતું. જેમાં બે કલાકથી વધુ નો સમય વેડફાટ થતાં યુવતીનું મોત થયું હતું.
ત્યારે સમયસર યુવતીને હોસ્પિટલ n ખસેડતા યુવતીનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે. આ પ્રકરણમાં જલાલપુર પોલીસે મૃતક પિતાની ફરિયાદના આધારે યુવાનની ધરપકડ કરી છે. ચીખલી તાલુકામાં રહેતો 26 વર્ષે ભાર્ગવ નરેન્દ્ર ભાઈ પટેલ નામના યુવાને સોશિયલ મીડિયાના માધ્યમથી ચીખલી તાલુકાના એક ગામમાં રહેતી યુવતી સાથે પ્રેમ સંબંધ બનાવ્યો હતો.
બે વર્ષના પ્રેમ ગાળા દરમિયાન 23મી સપ્ટેમ્બરના રોજ બપોરે ભાર્ગવે યુવતીને શરીર સંબંધ બાંધવાનો ઇરાદે ગાંધી સ્મૃતિ રેલવે સ્ટેશન પાસે આવેલી હોટલ હેપ્પી સ્ટે ના રૂમમાં લઈ આવ્યો હતો. જ્યાં આ ઘટના સર્જાય હત. જો કે આ પરિસ્થિતિમાંથી બહાર આવવા યુવાને google સર્ચ કરી કઈ રીતે લોહી બંધ કરવું તેની માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો જેમાં એક તૃતીયાંશ જેટલું શરીરમાંથી લોહી વહી જતા યુવતીનું સિવિલ હોસ્પિટલમાં લાવતા જ ડોક્ટરોએ મૃત ઘોષિત કરી હતી. જેથી યુવક દ્વારા બેદરકારી કરી દાખવા બદલ જલાલપુર પોલીસે ભાર્ગવ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે તેની ધરપકડ કરી છે.
નવસારી જિલ્લા પોલીસે તપાસ દરમિયાન ડોક્ટર પાસેથી માહિતી મેળવી કે જો યુવક યુવતી શરીર સંબંધ બાંધે તે દરમિયાન યુવતી પ્રથમ વખત શરીર સંબંધ બાંધતી હોય તો ગુપ્ત ભાગે સ્વાભાવિક રીતે લોહી નીકળતું હોય છે પરંતુ તેવી પરિસ્થિતિમાં તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવાનો હોય છે, હાલના કેસમાં આરોપી યુવાન ભાર્ગવ પટેલે યુવતીની શારીરિક ચિંતા કર્યા વગર તેની સાથે શરીર સંબંધ બાંધ્યા પરંતુ વધુ પડતું લોહી નીકળતા તેણે google સર્ચ કર્યું હતું પરંતુ તેના બદલે જો તાત્કાલિક 108 ને બોલાવી હોત તો સિવિલ હોસ્પિટલમાં તેને લોહી ચઢાવવામાં આવતે તો કદાચ તેનો જીવ બચાવવાની સંભાવના વધી શકી હોત. પોલીસ તપાસમાં સ્પષ્ટ થયું હતું કે જો આરોપી યુવાન ભાર્ગવ પટેલે યુવતીની ગંભીર સ્થિતિમાં સમયનો વેડફાટ ન કર્યો હોત તો કદાચ જીવતી બચી શકી હોત તે આધારે તેના વિરુદ્ધ BNS 105,238 મુજબનો ગુનો દાખલ કરી,મૃતક યુવતીના પિતાની ફરિયાદના આધારે ગઈકાલે આરોપી ભાર્ગવ પટેલની ધરપકડ કરીને આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App