છત્તીસગઢના નારાયણપુરમાં નક્સલીઓએ ITBP કેમ્પ પર કર્યો હુમલો- બે જવાનો થયા શહીદ

છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં નક્સલવાદીઓએ ITBP કેમ્પ પર હુમલો કર્યો છે. આ હુમલામાં ITBP ના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ સહિત બે જવાનો…

છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં નક્સલવાદીઓએ ITBP કેમ્પ પર હુમલો કર્યો છે. આ હુમલામાં ITBP ના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ સહિત બે જવાનો શહીદ થયા છે. રાજ્યના નારાયણપુર-બારસૂર રોડ પર નક્સલવાદીઓએ આ હુમલો કર્યો છે. આ હુમલો સુરક્ષા દળોની રોડ ઓપનિંગ પાર્ટી પર કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર, નક્સલવાદી હુમલામાં શહીદ થયેલા બે જવાબોમાં મદદનીશ કમાન્ડન્ટ સુધાકર સિંદે (નાંદેડ, મહારાષ્ટ્ર) અને 45 Bn ITBP જવાન ગુરમુખ (પંજાબ) નો સમાવેશ થાય છે.

તમને જણાવી દઈએ કે અગાઉ એપ્રિલમાં છત્તીસગઢના બીજાપુરમાં અત્યાર સુધીના સૌથી મોટા નક્સલવાદી હુમલામાં ઓછામાં ઓછા 22 સુરક્ષાકર્મીઓ શહીદ થયા હતા અને 20 થી વધુ ઘાયલ થયા હતા. પીપલ્સ લિબરેશન ગેરિલા આર્મી (PLGA) ની 300 સભ્યોની ટીમ અને સુરક્ષા દળો વચ્ચે શનિવારે એન્કાઉન્ટર થયું હતું.

રાજ્ય પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) બંનેએ કહ્યું છે કે, મોટા પાયે સર્ચ ઓપરેશનમાં 22 મૃતદેહો મળી આવ્યા છે. આ 22 સુરક્ષા કર્મીઓમાંથી 9 CRPF ના હતા. જ્યારે બાકીના જિલ્લા રિઝર્વ ગાર્ડ (DRG) અને રાજ્ય પોલીસના સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) ના હતા. સુરક્ષા કર્મીઓના 22 મૃતદેહોમાંથી 5 શનિવારે અને 17 થી વધુ મૃતદેહો CRPF , DRG અને STFની સંયુક્ત ટીમ દ્વારા રવિવારની વહેલી સવારે મોટા પ્રમાણમાં સર્ચ ઓપરેશન દરમિયાન મળી આવ્યા હતા.

નક્સલવાદીઓ અને CRPFના એલિટ કોબ્રા (રિઝોલ્યુટ એક્શન યુનિટ ફોર કમાન્ડો બટાલિયન) અને છત્તીસગઢ પોલીસના DRG અને STF વચ્ચે ઓપરેશન પૂર્ણ થયા બાદ 9 કલાક સુધી ચાલેલા ગોળીબાર બાદ 7 સીઆરપીએફ જવાનો સહિત 17 સુરક્ષા કર્મચારીઓ ગુમ થયા હતા. હવે 20 ઘાયલ સુરક્ષા કર્મચારીઓ ખતરાની બહાર છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

અગાઉ, દેશમાં 75 માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કર્યાના એક દિવસ પછી, છત્તીસગઢના ત્રણ કટ્ટર નક્સલીઓએ સોમવારે ઓડિશા પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. તેમના શિર પર 9 લાખનું રોકડ ઇનામ હતું. ત્રણ નક્સલવાદીઓ લક્ષ્મા માડવી, ગંગા મડકમ અને સુકા સોડીએ અહીં પોલીસ મહાનિર્દેશક અભય સમક્ષ આત્મસમર્પણ કર્યું. અભયે કહ્યું કે, આત્મસમર્પણ કરાયેલા તમામ કાર્યકરો કોડંગા-મહાનદી-સંજુક્તા ક્ષેત્ર સમિતિના છે, જે સીપીઆઈ-માઓવાદીની ઓડિશા રાજ્ય સમિતિના કેકેબીએન વિભાગ હેઠળ કાર્યરત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *