ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને લદ્દાખની ગલવાન ઘાટીમાં ‘સૈનિકોને હથિયાર વગર મોકલવાના’ નિવેદનને કારણે પોતાના જ સાથી પક્ષે બરાબરના ખખડાવ્યા હોવાની વાત સામે આવી છે. મહારાષ્ટ્રમાં રાહુલ ગાંધીની પાર્ટી કોંગ્રેસ અને શિવસેના સાથે સરકારમાં ગઠબંધનમાં રહેલી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના અધ્યક્ષ શરદ પવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની બેઠકમાં જ આ મુદ્દે બોલતા રાહુલ ગાંધીને નીચું જોવું પડ્યું હતું.
NCP અધ્યક્ષ શરદ પવારે રાહુલ ગાંધીના નિવેદન પર જવાબ આપ્યો હતો અને સલાહ પણ આપી હતી. સર્વપક્ષીય બેઠકમાં એનસીપી અધ્યક્ષ શરદ પવારે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીની હાજરીમાં રાહુલ ગાંધીના ‘સરહદે હથિયારો વગર સૈનિકોને કેમ મોકલ્યા”ના મામલે જવાબ આપ્યો હતો. સેનાના જવાનો કઈ જગ્યાએ હથિયારો સાથે સજ્જ રહેશે અને ક્યાં નહીં તે આંતરરાષ્ટ્રીય સમજુતિ પ્રમાણે નક્કી થાય છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે શરદ પવારે આ પ્રકારના સંવેદનશીલ મુદ્દે કંઈ પણ બોલતા પહેલા લોકોને સાવધાની રાખવાની સલાહ પણ આપી હતી.
આ બેઠકની શરૂઆતમાં જ ગલવાન ખીણમાં શહીદ થયેલા 20 સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. વડાપ્રધાન સહિતના તમામ નેતાઓએ ઉભા થઈને શહિદોને નમન કર્યા હતાં અને શ્રદ્ધાંજલિ આપી હતી. આ બેઠકમાં પ્રધાનમંત્રીએ ચીનનું નામ લીધા વગર કહ્યું હતું કે, ભારતની સીમમાં કોઈ બીજા ઘુસણખોર આવ્યા નથી.
આ બેઠકમાં દેશભરના મોટા પક્ષો અને મુખ્યમંત્રીઓએ પણ ભાગ લીધો હતો અને તમામે એકસૂર વ્યક્ત કરીને સરકાર જે નિર્ણય કરશે તેમાં સાથે છે તેવું જણાવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news