દેશમાં કોરોનાના કેસમાં આજ રોજ રેકોર્ડબ્રેક વધારો નોંધાયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે આજે સવારે બહાર પાડેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 13586 નવા કેસ નોંધાયા છે. જ્યારે એક જ દિવસમાં 336 લોકોના મૃત્યુ થયા છે.
દેશમાં કોરોનાના કુલ 3,80,532 કેસ છે, જેમાંથી 1,63,248 એક્ટિવ કેસ અને 2,04,711 લોકો સાજા થઈને ઘરે ગયા છે. દેશમાં કોરોના વાયરસથી 12,573 લોકોએ જીવ ગુમાવ્યાં છે. જો કે આ સાથે રાહતની વાત એ છે કે છેલ્લા 24 કલાકમાં 10386 દર્દીઓ સાજા પણ થયા છે.
આ રાજ્યોમાં કોરોનાનો વધારે પ્રકોપ
કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્ર રાજ્ય છે. જ્યાં કોરોનાના કુલ 120504 કેસ નોંધાયા છે, જ્યારે 5751 લોકોએ જીવ ગુમાવ્યા છે. 60838 લોકો ડિસ્ચાર્જ થઈને ઘરે ગયા છે. બીજા નંબરે તામિલનાડુ છે જ્યાં કોરોનાના કુલ 52334 કેસ નોંધાયા છે અને 625 લોકોએ જીવ ગુમાવ્યાં છે.
ત્રીજા નંબરે દેશની રાજધાની દિલ્હી આવે છે જ્યાં કોરોનાના કુલ 49979 કેસ નોંધાયા છે અને 1969 લોકોએ જીવ ગુમાવ્યાં છે. હાલના આંકડા જોઇને લાગી રહ્યું છે કે દેશમાં કોરોના અટકવાનું નામ જ નથી લઇ રહ્યો. અને દિવસે દિવસે કોરોનાની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news