પીએમ મોદીએ કહ્યું ભારત મુશ્કેલીના સમયમાં રડનારો દેશ નથી, તે મુશ્કેલીને ઉત્સવ બનાવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત પ્રાઇવેટ ક્ષેત્રના 41 બ્લોક ની હરાજી પ્રક્રિયાની શરૂઆત કરી હતી. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત પ્રાઇવેટ ક્ષેત્રના 41 બ્લોક ની હરાજી પ્રક્રિયાની શરૂઆત કરી હતી. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત કોરોના સામે લડશે અને આગળ પણ વધશે. ભારત આ મોટી મુશ્કેલીને ઉત્સવમાં બદલશે. આ સંકટ ભારતને આત્મનિર્ભર બનવા નો પાઠ ભણાવ્યો છે.

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે આત્મનિર્ભર ભારત એટલે કે ભારત આયાત પર પોતાની નિર્ભરતા ઓછી કરશે. આત્મનિર્ભર ભારત એટલે કે ભારત આયાત પર ખર્ચ થનારો લાખો રૂપિયાનું વિદેશી ભંડોળ બચાવશે. આત્મનિર્ભર ભારત એટલે ભારતને આયાત ન કરવું પડે તેના માટે તે પોતાના જ દેશમાં સાધન અને સંસાધન વિકસિત કરશે.

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે એનર્જી સેક્ટરમાં ભારતને આત્મનિર્ભર બનાવવા માટે એક મોટું પગલું ભરવામાં આવી રહ્યું છે. એક મહિનાની અંદર જ દરેક જાહેરાત, દરેક પુનર્નિર્માણ, ભલે તે ખેતી સાથે જોડાયેલી હોય કે સુક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગના વિભાગમાં આવતા હોય અથવા હવે કોલસા અને વનવિભાગ માં હોય તેઓ ઝડપથી નિર્ણયો લઇ રહ્યા છે.

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આ સાબિત કરે છે કે ભારત આ મુશ્કેલીના સમયને અવસર માં બદલવા માટે કેટલો ગંભીર છે.

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે એક મજબૂત માઇનિંગ અને મિનરલ્સ સેક્ટર વગર આત્મનિર્ભર ભારત સંભવ નથી કારણ કે મિનરલ અને માઈનીંગ આપણી અર્થવ્યવસ્થાના મહત્વપૂર્ણ સ્તંભો છે. આ ફેરફાર બાદ હવે કોલસાનું પ્રોડક્શન તેમજ આખો કોલસા વિભાગ એક પ્રકારથી આત્મનિર્ભર થઈ જશે.

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશમાં 16 જિલ્લાઓ એવા છે જ્યાં કોલસાના મોટા મોટા ભંડાર રહેલા છે તેમનો લાભ ત્યાંના લોકો ને એટલો નથી થયો જેટલો થવો જોઈએ. અહીંયા થી મોટી સંખ્યામાં મારા સાથીઓ દૂર મોટા શહેરોમાં રોજગાર માટે પલાયન કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *