દરિયાકાંઠો ડ્રગ્સની હેરાફેરીનુ એપી સેન્ટર? જખૌના દરિયાકિનારે પાકિસ્તાની બોટમાંથી 400 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

ગુજરાત(Gujarat): છેલ્લા એક વર્ષથી રાજ્યની વિવિધ એજન્સીઓએ અમદાવાદ(Ahmedabad) સહિત રાજ્યભરમાંથી કરોડો રૂપિયાનું જુદા જુદા પ્રકારનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે, ત્યારે આજે વધુ એક વખત ડ્રગ્સ પકડાતા ખળભળાટ મચી ગયો છે. ગુજરાતના દરિયાકાંઠેથી વધુ એક વખત ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. જેમાં 400 કરોડ(400 crore)ના 77 કિલો ડ્રગ(77 kg of drug) સાથે પાકિસ્તાનની એક બોટ(Pakistan’s boat) ઝડપાઇ હોવાના અહેવાલે સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચાવી દીધો છે. મળતી માહિતી અનુસાર, કચ્છના જખૌ દરિયા(Jakhau sea of Kutch) કિનારેથી 6 પાકિસ્તાનીઓની ધરપકડ પણ કરી હોવાનું પણ બહાર આવ્યું છે. ડ્રગ્સના આ દૂષણને પકડવા માટે ગુજરાત રાજ્યના ATS અને ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા એક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં અલ હુસેની નામની બોટ ડ્રગ્સ સાથે ઝડપી પાડવામાં આવી છે.

આ ઘટના વિશે મળતી માહિતી અનુસાર, ગુજરાત દરિયાકાંઠેથી વધુ એક વખત મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ગુજરાતનો દરિયાકાંઠો હવે ડ્રગ્સની હેરાફેરી કરવાનું એપી સેન્ટર બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે કચ્છના જખૌ દરિયાકિનારે જાણકારીના આધારે ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા એક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ‘અલ હુસેની’ નામની પાકિસ્તાની બોટ ઝડપી પાડવામાં આવી હતી. આ બોટનું સર્ચ ઓપરેશન કરાતા તેમાંથી 400 કરોડ રૂપિયાનું 77 કિલો ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું હતું. એટલું જ નહીં જખૌ દરિયાકાંઠે સર્ચ ઓપરેશન દરમિયાન 6 પાકિસ્તાની શખ્સોની પણ ધરપકડ કરવામાં આવી છે. હાલ પકડાયેલા તમામ પાકિસ્તાની લોકોને કસ્ટડીમાં લઈને તેમની કડકાઈથી પુછપરછ કરવામાં આવી રહી છે.

માત્ર એટલું જ નહિ, ગુજરાત ATS અને ભારતીય કોસ્ટગાર્ડ પાકિસ્તાની શખ્સોની પુછપરછ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જેમાં આ ડ્રગ્સ કોના દ્વારા મોકલવામાં આવ્યું હતું? અને રાજ્યમાં કઈ જગ્યાએ મોકલવાનું હતું? આ ડ્રગ્સકાંડના તાર કોની સાથે જોડાયેલા છે. તમામ પાસાઓને આવરી લઈને તેમની કડકાઈથી પુછપરછ કરવામાં આવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં યુવાધનને ડ્રગ્સ દ્વારા બરબાદ કરવાનું ષડયંત્ર હમણાંથી જબરું ફાલ્યું ફૂલ્યું હોય તેવું લાગી રહ્યું છે. ડ્રગ્સની હેરાફેરી, ડ્રગ્સનું સેવન અને ડ્રગ્સનું વેચાણ ગુજરાતમાં મોટાપાયે થતું હોવાની અનેક ઘટનાઓ એક પછી એક સામે આવી રહી છે. છેલ્લા એક વર્ષમાં રાજ્યની વિવિધ એજન્સીઓ દ્વારા અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાંથી કરોડો રૂપિયાનું જુદા જુદા પ્રકારનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે, જેમાં સૌથી વધુ મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું થયું છે. ખાસ તો લોકડાઉન પછી ગુજરાતમાં ડ્રગ્સનો કાળો કારોબાર વધ્યો છે. છેલ્લા નવ મહિનામાં રાજ્યમાં ડ્રગ્સના મોટા પ્રમાણમાં જથ્થાઓ ઝડપાઈ રહ્યા છે. આ ઉપરાંત ગાંજા અને અન્ય નશાકારક પદાર્થોની હેરાફેરી પણ પકડાઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *