આ તારીખથી ગુજરાતમાં થશે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: 40 થી 50 કિમીની ઝડપે ફૂંકાશે પવન- હવામાન વિભાગની મોટી આગાહી

હવામાન વિભાગ દ્વારા ચોમાસાને લઈને મહત્વનું અપડેટ જાહેર કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે, કેરળમાં નિર્ધારિત સમય કરતાં ત્રણ દિવસ વહેલું ચોમાસુ પહોંચી ગયું હતું.…

હવામાન વિભાગ દ્વારા ચોમાસાને લઈને મહત્વનું અપડેટ જાહેર કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે, કેરળમાં નિર્ધારિત સમય કરતાં ત્રણ દિવસ વહેલું ચોમાસુ પહોંચી ગયું હતું. ત્યારે ગુજરાતમાં પણ નૈઋત્યનું ચોમાસુ વહેલા બેસે તેવી સંભાવના છે. લોકો ચોમાસાના આગમનની દિનરાત રાહ જોઈ રહ્યા છે.

જોકે, અમદાવાદમાં બે દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના સેવાઈ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, નૈઋત્યનું ચોમાસું ટૂંક જ સમયમાં ગુજરાતમાં પહોંચી જશે. ગુજરાતમાં 2 દિવસ બાદ 3 દિવસ વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની 8 જૂનથી ત્રણ દિવસ સુધી વરસાદની આગાહી છે.

તેમણે જણાવ્યું કે, ગુજરાતના વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી જેવા વિસ્તારોમાં વાવાઝોડું જોવા મળશે. એટલે કે, રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટા પણ પડી શકે છે. તેથી અમદાવાદમાં બે દિવસ ગરમી પડશે.

આ ઉપરાંત, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી બે દિવસમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ પડી શકે છે. આ સાથે 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુકાઇ શકે છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું કે, હાલમાં મિઝોરમ, મણિપુર અને નાગાલેન્ડ રાજ્યમાં ચોમાસાનો વરસાદ થઈ રહ્યો છે. ત્યારબાદ ટૂંક સમયમાં ચોમાસું મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પહોચે તેવી સંભાવના છે.

હવામાન વિભાગ દ્વારા ચોમાસાને લઈને મહત્વપૂર્ણ અપડેટ જારી કરવામાં આવ્યું છે. જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે, નૈઋત્યનું ચોમાસું 10 જૂનની આસપાસ ગુજરાતમાં પહોંચી શકે છે. ગુજરાતમાં 20 જૂનની આસપાસ ચોમાસું સંપૂર્ણ રીતે સક્રિય થવાની સંભાવના સેવાઈ રહી છે. આ વર્ષે ગુજરાતમાં સામાન્ય કરતાં વધુ સારો વરસાદ થવાની સંભાવના છે. ગુજરાતમાં જૂનમાં સારો વરસાદ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *