છેલ્લા 48 કલાકથી 400 ફૂટ ઊંડા બોરવેલમાં ફસાયું છે આ બાળક, દિવસ રાત NDRFની ટીમ જહેમત કરી રહી છે છતાં…

મધ્યપ્રદેશ (Madhya Pradesh)ના બેતુલ (Betul)ના માંડવી(Mandvi) ગામમાં 6 વર્ષીય બાળક બોરવેલ (Borewell)માં પડી ગયું હોવાની ઘટના સામે આવી હતી. જેમાં સતત 2 દિવસથી આ બાળકને બચાવવાની કામગીરી ચાલી રહી છે. આ 6 વર્ષના છોકરાને 60 કલાક પછી પણ બહાર કાઢી શકાયો નથી. બોરવેલ 400 ફૂટ ઊંડો છે. માસૂમને બહાર કાઢવા માટે બોરની સમાંતર 44 ફૂટ ઊંડો ખાડો ખોદવામાં આવ્યો છે. 8 ફૂટ સુધી ટનલ બનાવવામાં આવી છે.

ત્યારે આ અંગે કહેવામાં આવી રહ્યું છે કે ટનલ હજુ 4 ફૂટ બનવાની બાકી છે. પથ્થરને કારણે ટનલ બનાવવામાં પણ મુશ્કેલી પડી રહી છે. એવું માનવામાં આવે છે કે બચાવ કામગીરી પૂર્ણ કરવામાં 4 કલાકથી વધુ સમય લાગી શકે છે. તેમજ બચાવ કામગીરીની દેખરેખ કરી રહેલા હોમગાર્ડ કમાન્ડન્ટ એસઆર આઝમીએ જણાવ્યું હતું કે તન્મય બોરવેલમાં 39 ફૂટ પર ફસાયેલો છે. બાળકની સામાન્ય ઊંચાઈ ત્રણથી ચાર ફૂટ ગણીને અમે 44 ફૂટ સુધીનો ખાડો ખોદ્યો છે. NDRF અને SDRFના 61 જવાનો ટનલ બનાવવા માટે રોકાયેલા છે.

પિતાએ કહ્યું- મારા પુત્રને જલદી બહાર કાઢો
આ સાથે જ તન્મયના પિતા સુનીલ સાહુ દ્વારા સીએમ શિવરાજને આજીજી કરવામાં આવી છે કે, હું ઈચ્છું છું કે તમે અહીં ફોન કરો અને કહો કે મારા પુત્રને બને તેટલી વહેલી તકે બહાર કાઢવામાં આવે. જોકે અહીંની સ્થિતિ જાણવા માટે દર 15 મિનિટે ફોન કરી રહ્યા છે. સાથે જ હું વહીવટીતંત્રનો આભાર માનવા માગું છું. તન્મય સલામત રીતે બહાર આવે તેવી હું દરેકને હાથ જોડીને મારા પુત્રની સલામતી માટે પ્રાર્થના કરવા વિનંતી કરું છું. જાણવા મળ્યું છે કે, કલેક્ટર, એસપી બધા અહીં 3 દિવસથી હાજર છે.

બાળકને પહેલા સીએચસી આઠનેરમાં લઈ જઈશું: કલેક્ટર
ત્યારે આ અંગે કલેક્ટર અમનબીર સિંહ બેન્સ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સૌ પ્રથમ બાળકને સીએચસી આઠનેર ખાતે લઈ જવામાં આવશે. ત્યાંથી ICU શિફ્ટ કરવામાં આવશે, પરંતુ હાલમાં અંદરથી કોઈ જવાબ નથી આવી રહ્યો. સાથે જ આ ઘટના જ્યાં બની તે માંડવી ગામના લોકો તેમજ આસપાસનાં 4 ગામોએ મદદનો હાથ લંબાવ્યો છે. બચાવકાર્યમાં જોડાયેલા 200થી વધુ લોકો માટે મફત ભોજનથી લઈને તમામ પ્રકારની વ્યવસ્થા ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહી છે.

આ અંગે ગ્રામજનોનું કહેવું છે કે, વહીવટીતંત્ર સતત રાહત કાર્યમાં લાગેલું છે, તેથી અમે દરેક સ્તરે મદદ કરવા માટે સહયોગ પણ આપી રહ્યા છીએ. તન્મયને હસતો-રમતો જોવાનો જ અમારો હેતુ છે. જેના માટે ગ્રામજનો દ્વારા તન્મયની સલામતી માટે પ્રાર્થના પણ કરવામાં આવી રહી છે. જાણવા મળ્યું છે કે, તન્મય સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ માંડવીના ગાયત્રી મંદિરમાં ગાયત્રીમંત્રનો જાપ કર્યા હતા.

6 વર્ષીય તન્મય મંગળવારના રોજ સાંજે લગભગ 5 વાગ્યે સંતાકૂકડી રમી રહ્યો હતો. આ દરમિયાન તે કોથળા દ્વારા ઢાંકવામાં આવેલ બોરવેલમાં પડી ગયો હતો. જેને પગલે સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેને પગલે પોલીસ તેમજ NDRF અને SDRFના જવાનો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *