જો લોકોને પેટમાં દુખાવો થાય છે, તો તેઓ ડૉક્ટર (Doctor) પાસે જાય છે. પરંતુ હાલમાં જ એક મહિલાનો કિસ્સો સામે આવ્યો છે જેના પેટમાં છેલ્લા 11 વર્ષથી દુખતું હતું. તાજેતરમાં જ્યારે દુખાવો વધ્યો ત્યારે મહિલાએ જઈને ડોક્ટરને બતાવ્યું. ડૉક્ટરોએ એક્સ-રેની સલાહ આપી અને એક્સ-રે (X-Ray) પછી જે રિપોર્ટ (Report) આવ્યો એમાં માત્ર મહિલા જ નહીં પરંતુ ડૉક્ટરની ટીમ પણ આ બધું જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ.
વાસ્તવમાં આ મામલો કોલંબિયાનો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મહિલાનું નામ એડર્લિન્ડા ફોરિયો છે અને તે 39 વર્ષની છે. આ બધું કેવી રીતે થયું તે અંગે મહિલાએ પોતે જણાવ્યું છે. મહિલાને છેલ્લા દસ-અગિયાર વર્ષથી હળવો દુખાવો થતો હતો, પરંતુ તે સતત તેની અવગણના કરતી હતી. તાજેતરમાં જ્યારે આ દુખાવો વધી ગયો ત્યારે તેણે ટેસ્ટ કરાવવાનું નક્કી કર્યું. મહિલાએ આવું કેમ થયું તે પણ જણાવ્યું.
મહિલા ડૉક્ટર પાસે ગઈ તો ડૉક્ટરે એમઆરઆઈ અને એક્સ-રેની સલાહ આપી. એક્સ-રે રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો અને મહિલાના પેટમાં સોય અને દોરો પડેલો જોવા મળ્યો હતો. નવાઈની વાત એ છે કે આ દોરો 11 વર્ષથી પડ્યો હતો. જ્યારે આ તમામ બાબતોનો ખુલાસો બાદમાં થયો હતો.
હકીકતમાં મહિલાનું 11 વર્ષ પહેલા ઓપરેશન થયું હતું. મહિલા ચાર બાળકોની માતા છે અને તે પછી બાળકનો જન્મ ન થાય તે માટે મહિલાએ ઓપરેશન કરાવ્યું હતું. પરંતુ આ ઓપરેશનમાં ડોક્ટરોની ટીમે ભૂલ કરી હતી અને મહિલાના પેટમાં સોયનો દોરો રહી ગયો હતો. હાલમાં કોઈ પ્રકારની સર્જરી દ્વારા મહિલાના પેટમાંથી આ સોયનો દોરો કાઢવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, આ મહિલાએ પોતાની ફેલોપિયન ટ્યુબનું ઓપરેશન કરાવ્યું હતું, તે જ સમયે ડોક્ટરોની ભૂલથી આ સોય-દોરા તેના પેટમાં રહી ગયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.