Neem Flower Benefits: જો તમે તમારી દાદીમાએ આપેલી સલાહનું પાલન કરશો, તો તમે ભવિષ્યમાં બનનારી કોઈપણ અનિચ્છનીય કે અશુભ ઘટનાને ટાળી શકો છો. આયુર્વેદ પણ લીમડામાં (Neem Flower Benefits) આવતા ફુલો ને ખાવા જોઈએ એમાં માને છે. જેનાથી આપણને શરીરમાં ઘણા લાભ થાય છે. સ્કીન પ્રોબલેમથી લઈને અનેક રોગો મટાડે છે.વડીલોને એવું કહેતા સાંભળ્યા છે કે ચૈત્રમાં જો લીમડાનો મોર પીશો તો ભાદરવાના તડકા સામે રક્ષણ મળશે અને તાવ આવતો નથી. પીત વાયુ શાંત રહે છે. તેથી આપણા વડીલો આજે પણ નાના બાળકો હોય કે પછી મોટા લોકો હોય તેને લીમડાનો મોર પીવાનો આગ્રહ રાખે છે.
સ્કિનની સમસ્યાઓ દૂર થાય
ખરજવું, ખંજવાળ, દાદર જેવી અનેક સમસ્યાઓમાંથી તમને રાહત મળે છે. આ માટે તમે રોજ સવારમાં ખાલી પેટે લીમડાનો મોર પીવાનું શરૂ કરી દો. આમ કરવાથી તમને રાહત થાય છે. આ સાથે જ તમને ખરજવું થયુ છે તો તમે એની પર લીમડાનો મોર લગાવો છો તો રાહત થઇ જાય છે. આ સાથે જ ખંજવાળની સમસ્યામાંથી પણ છૂટકારો મળે છે.
એસિડિટીની સમસ્યામાંથી રાહત
તમને ભયંકર એસિડિટીની તકલીફ છે તો દરરોજ એક ગ્લાસ લીમડાનો મોર પીવાનું શરૂ કરી દો. આ મોર પીવાથી પેટમાં ઠંડક થાય છે. આ માટે તમે લીમડો આંગણામાં રોપો છો તો તમને ઠંડક મળે છે.
ભૂખ લાગે
તમને ભૂખ લાગતી નથી તો તમે ચૈત્ર મહિનામાં લીમડાનો મોર પીઓ. આ મોરનો રસ પીવાથા તમને ભૂખ લાગે છે.
પેટની તકલીફ દૂર થાય
તમને પેટમાં થતી તકલીફથી કંટાળી ગયા છો તો તમે અઠડિયામાં બે વાર લીમડાનો મોર પીવાનું શરૂ કરી દો. આ મોર પીવાથી પેટની સમસ્યામાંથી રાહત મળે છે.
લીમડાના ઝાડને Azadirachta indica તરીકે ઓળખવામાં આવે છે. જો લીમડાના ઝાડને ‘ગામડાનું દવાખાનું’ તરીકે ઓળખવામાં આવે છે તો આવું કહેવું ખોટું નહીં હોય કારણ કે લીમડાના મૂળથી લઈને લીમડાના બીજ સુધી તે ઘણા રોગોને મટાડવામાં સક્ષમ છે. અને આજે પણ ભારતના ઘણા ગ્રામીણ વિસ્તારોમાં લોકો લીમડાના પાનનો ઉપયોગ કરીને આયુર્વેદિક સારવારનો પ્રયાસ કરે છે.
લીમડાનો મોર આ રીતે નિકાળો
આ માટે તમે લીમડાનો મોર લો અને એને તોડી લો. પછી આ મોરને એક વાર ચોખ્ખા પાણીથી ધોઇ લો. મિક્સરનો જાર લો અને એમાં થોડુ પાણી નાખીને રસ કાઢી લો. આ રસ તમને વધારે કડવો લાગે છે તો તમે અડધી ચમચી મધ પણ એડ કરી શકો છો. ઘણાં લોકો મીઠું પણ નાખતા હોય છે. પરંતુ તમને સ્કિનની તકલીફ છે તો મીઠું નાખવું નહીં.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App