ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics) માં ભાલા ફેંક ઈવેન્ટમાં ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવનાર સ્ટાર એથલીટ નીરજ ચોપરા (Neeraj Chopra) ફરી એક્શનમાં આવી ગયો છે. લગભગ એક વર્ષ પછી ટ્રેક પર પરત ફરેલા હરિયાણા (Haryana) ના આ ખેલાડીએ પોતાનો ઓલિમ્પિક રેકોર્ડ તોડ્યો છે. નીરજે ફિનલેન્ડમાં આયોજિત પાવો નુર્મી ગેમ્સ (nurmi games 2022) માં 89 મીટરથી વધુ ફેંકીને રેકોર્ડ બનાવ્યો હતો. જો કે આ દરમિયાન તે ગોલ્ડ જીતવાથી ચુકી ગયો હતો.
વર્તમાન ઓલિમ્પિક ચેમ્પિયન જેવેલીન થ્રોઅર નીરજ ચોપરાએ પાવો નુર્મી ગેમ્સ 2022માં 89.03 મીટરના થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. આ સ્પર્ધાનો ગોલ્ડ મેડલ ફિનલેન્ડના ઓલિવર હેલેન્ડરે (Oliver Helander) જીત્યો હતો. ઓલિવરે 89.83 મીટર દૂર બરછી ફેંકી હતી.
ટોક્યો ઓલિમ્પિક પછી નીરજ ચોપરાની આ પ્રથમ ટુર્નામેન્ટ હતી. તેણે 10 મહિના પછી એક સ્પર્ધામાં પ્રવેશ કર્યો છે. આ દરમિયાન તેણે પોતાનું સંપૂર્ણ ધ્યાન ટ્રેનિંગ અને રિકવરી પર કેન્દ્રિત કર્યું. નીરજ ચોપરાએ પ્રથમ પ્રયાસમાં 88.07 મીટરનો થ્રો કર્યો હતો. તે હીટમાં પાંચમા નંબરે હતો. ફાઇનલમાં તેણે 86.92 મીટરના થ્રોથી શરૂઆત કરી હતી. પ્રથમ રાઉન્ડમાં તે તેનો શ્રેષ્ઠ પ્રયાસ હતો.
24 વર્ષના નીરજ ચોપરાએ બીજા પ્રયાસમાં 89.30 મીટર દૂર બરછી ફેંકીને પોતાનો જ રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો હતો. નીરજે ટોક્યો ઓલિમ્પિકમાં 88.07 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. નીરજ ચોપડાએ પ્રથમ વખત 89 મીટરના આંક સુધી પહોચી શક્યો છે. અગાઉ, તેનો શ્રેષ્ઠ થ્રો 88.07 મીટર હતો, જે તેણે ગયા વર્ષે પટિયાલામાં ભારતીય GP દરમિયાન કર્યો હતો. નીરજ ચોપરાએ શાનદાર વાપસી કરવા માટે સખત મહેનત કરી હતી અને સખત તાલીમ લીધી હતી. પાવો નુર્મી એ ગોલ્ડ ઈવેન્ટ છે. તે ડાયમંડ લીગ પછીની સૌથી મોટી ટ્રેક-એન્ડ-ફીલ્ડ સ્પર્ધાઓમાંની એક ગણવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.