વિશ્વભરમાં ખ્યાતી પામેલા અને ભારત દેશના સુપ્રસિદ્ધ નીરજે અગાઉ ફિનલેન્ડના તુર્કુમાં પાવો નુર્મી ગેમ્સમાં 89.30 મીટરના પ્રયાસ સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. ઓલિમ્પિક ટ્રેક અને ફિલ્ડ ઈવેન્ટમાં સુવર્ણ ચંદ્રક જીતનાર એકમાત્ર ભારતીય એથ્લેટ નીરજ ચોપરા તેના શાનદાર પ્રદર્શન સાથે ભાલા ફેંકમાં ટોચ પર છે. 2020 ઓલિમ્પિક બાદ તે સતત મેડલ જીતી રહ્યો છે. કુઓર્ટેન ગેમ્સમાં આ સુવર્ણ સફળતા સાથે, તેનો આત્મવિશ્વાસ ચોક્કસપણે 30 જૂને સ્ટોકહોમમાં યોજાનારી ડાયમંડ લીગ માટે સાતમા સ્વર્ગમાં હશે.
ભારતના સુપ્રસિદ્ધ ભાલા ફેંકનાર નીરજ ચોપરાએ ત્રિનિદાદ અને ટોબેગોના કેશોર્ન વોલકોટ અને વર્લ્ડ ચેમ્પિયન ગ્રેનાડાના એન્ડરસન પીટર્સને પાછળ છોડીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ચોપરાએ 86.69 મીટરનું અંતર ફેંક્યું, જે તેના હરીફોને પાછળ છોડવા માટે પૂરતું હતું. તેણે થોડા દિવસ પહેલા જ નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો હતો. ટોક્યો ઓલિમ્પિક બાદ આ બીજી સ્પર્ધા છે જેમાં તે ભાગ લઈ રહ્યો છે.
Niraj Chopra winning throw pic.twitter.com/Nj6kZjp8sf
— satish kumar tangri (@SatishTangri) August 7, 2021
ચોવીસ વર્ષીય ચેમ્પિયન એથ્લેટે પ્રથમ પ્રયાસમાં જ જીતનું અંતર માપ્યું હતું. જોકે, બાદમાં તેણે વધુ બે પ્રયાસો કર્યા, પરંતુ વરસાદને કારણે જમીન લપસણી હોવાને કારણે તે સંતુલન ન બનાવી શક્યો અને પડી ગયો. બાદમાં, તેણે ત્રીજી વખત પ્રયાસ કરવાનો ઇનકાર કર્યો. તાજેતરમાંજ આ સ્પર્ધામાં વોલકોટે 86.64 મીટરના થ્રો સાથે સિલ્વર મેડલ મેળવ્યો હતો, જે ભારતીય ભાલા ફેંકનાર કરતાં માત્ર .03 મીટર પાછળ હતો, જ્યારે પીટર્સે 84.75 મીટર થ્રો કરીને ત્રીજું સ્થાન મેળવ્યું હતું.
ભારતના સ્ટાર ખેલાડી નીરજ ચોપડાએ ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતી ચૂકેલા ભારતના નીરજ ચોપડાએ ફરી એકવાર કમાલ કરી બતાવ્યો છે. તેમણે ફિનલેન્ડમાં કુઓર્તાને ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. નીરજે શનિવારે અહીં રેકોર્ડ 86.69 મીટર દૂર સુધી ભાલો ફેંક્યો હતો. તેમજ તેનું પ્રદર્શન પણ ખુબજ સારું અને ઉત્તમ હોય છે. જેના લીધે નીરજ ચોપડાના ફેન્સની સંખ્યામાં ખુબજ વધારો થઇ રહ્યો છે.
ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતી ચૂકેલા ભારતના નીરજ ચોપડાએ ફરી એકવાર કમાલ કરી બતાવ્યો છે. તેમણે ફિનલેન્ડમાં કુઓર્તાને ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. નીરજે શનિવારે અહીં રેકોર્ડ 86.69 મીટર દૂર સુધી ભાલો ફેંક્યો હતો. રસપ્રદ વાત એ રહી કે તેમની કોઇપણ બરાબરી કરી શક્યું નહી. તાજ્તરમાં જ નીરજ ચોપડાએ નેશનલ રેકોર્ડ બનાવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.