42 હજારનું ટીશર્ટ પહેરીને એરપોર્ટ પહોચી નેહા કક્કર- જાણો ટીશર્ટમાં એવું તો શું ખાસ છે?

બોલિવૂડની દિગ્ગજ પ્લેબેક સિંગર નેહા કક્કર તાજેતરમાં જ તેમના પતિ રોહનપ્રીત સાથે એરપોર્ટ પર દેખાઇ હતી. નેહા ડાર્ક બ્લુ ટી-શર્ટ અને બ્લેક પેન્ટ પહેરીને એરપોર્ટ પર પહોચી હતી જ્યારે તેના પતિએ રંગબેરંગી શર્ટ અને બ્લેક શોર્ટ્સ પહેરેલ હતા. બંનેએ સફેદ રંગના સ્પોર્ટ્સ શૂઝ પહેર્યા હતા જે તેમના લુકને કોમ્પલીમેંટ બનાવતા હતા.

બંને સેલેબ્સે બ્લેક કલરના સનગ્લાસ પહેર્યા હતા. નેહાએ GUCCI ટી-શર્ટ પહેરી હતી જે તમે કંપનીની ઇ-કોમર્સ વેબસાઇટ પરથી પણ ખરીદી શકો છો. GUCCIની વાત કરીએ તો કપડાની ખુબ જ પોપ્યુલર બ્રાંડ છે અને કહેવાય છે પ્રોફેશનલ લોકો જ આ બ્રાંડના કપડા ખરીદી શકે છે. તમે વિચારતા હશો કે સામાન્ય દેખાતા આ ટીશર્ટના 42 હજાર રૂપિયા કોઈ ગાંડો માણસ જ આપે! પરંતુ તમને જણાવ્યું તે આ વિશ્વની બ્રાન્ડેડ કંપનીઓમાંની એક કંપની છે જેના કારણે આટલા મોંઘા મોંઘા ટીશર્ટ વેચી રહી છે.

GUCCIની વેબસાઇટ પર આ ટીશર્ટની કિંમત 590 અમેરિકી ડોલર છે. એટલે કે ભારતીય ચલણ મુજબ તમારે નેહા જેવી ટી-શર્ટ ખરીદવા માટે લગભગ 42 હજાર રૂપિયા ખર્ચવા પડશે. વર્ક ફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો ટૂંક સમયમાં નેહા કક્કરનું નવું ગીત રિલીઝ થશે જેમાં રુબીના દિલાક અને અભિનવ શુક્લા મુખ્ય ભૂમિકા ભજવતા જોવા મળશે. નેહા ખુદ આ ગીતને લઈને ખૂબ ઉત્સાહિત છે.

નેહાએ તાજેતરમાં જ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આ આગામી મ્યુઝિક વીડિયોનું પોસ્ટર શેર કર્યું છે. ગીતનો વીડિયો શેર કરતી વખતે, નેહાએ લખ્યું હતું કે, હું તમને ખાતરી આપું છું કે તમને તે ખૂબ ગમશે. આ ગીતમાં પહેલીવાર રુબીના અને અભિનવ ખૂબ જ મસ્તી કરતા જોવા મળશે. બિગ બોસ ફેમ રૂબીના અને અભિનવના ચાહકો પણ આ ગીતને લઈને ખૂબ ઉત્સાહિત છે.

નેહા કક્કર અને રોહનપ્રીતની પ્રેમ કહાની વિશે વાત કરીએ તો બંનેનાં લગ્ન ગયા વર્ષે થયાં હતાં. નેહાના મ્યુઝિક વીડિયોને કારણે લગ્નને લઈને ઘણી મૂંઝવણ હતી, પરંતુ છેવટે સ્પષ્ટ થઈ ગયું કે ખરેખર બંને લગ્ન કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *