જાણીતી પોર્નસ્ટારની હથોડો મારી લાશના ટુકડેટુકડા કરી સળગાવી દીધી- લાશ સાથે કેટલાય મહિનાઓ સુધી…

છેલ્લા ઘણા મહિનાઓથી ગુમ થયેલી એડલ્ટ ફિલ્મ અભિનેત્રી શાર્લોટ એન્જી(Charlotte Angie Murder)ની હત્યાનો સનસનીખેજ ખુલાસો થયો છે. અહેવાલો અનુસાર, પોર્નસ્ટાર અભિનેત્રીની હત્યા કર્યા પછી, તેના…

છેલ્લા ઘણા મહિનાઓથી ગુમ થયેલી એડલ્ટ ફિલ્મ અભિનેત્રી શાર્લોટ એન્જી(Charlotte Angie Murder)ની હત્યાનો સનસનીખેજ ખુલાસો થયો છે. અહેવાલો અનુસાર, પોર્નસ્ટાર અભિનેત્રીની હત્યા કર્યા પછી, તેના શરીરના ટુકડા કરીને રસ્તાના કિનારે ફેંકી દેવામાં આવ્યા હતા. મૃતદેહના ટુકડા એટલા નિર્દયતાથી કરવામાં આવ્યા હતા કે તેમની ઓળખ કરવી મુશ્કેલ હતી. તેના શરીર પર બનાવેલા ટેટૂ દ્વારા કોઈક ચાહકે તેને ઓળખી કાઢ્યો હતો. આ કેસમાં પોલીસે આરોપી પ્રેમીની ધરપકડ કરી છે. આ સાથે પોલીસનો દાવો છે કે આરોપીએ પોતાનો ગુનો પણ કબૂલી લીધો છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, કેરોલ માલ્ટેસી, જેને શાર્લોટ એન્જી તરીકે પણ ઓળખવામાં આવે છે, 26 વર્ષીય અભિનેત્રીને હથોડી વડે માર મારવામાં આવી હતી. મંગળવારે, પોલીસે 43 વર્ષીય પ્રોફેશનલ બેંકર અને ફૂડ બ્લોગર ડેવિડ ફોન્ટાનાની હત્યા અને લાશના ટુકડા કરવા અને છુપાવવાના આરોપમાં અટકાયત કરી હતી.

અહેવાલો અનુસાર, 19 માર્ચના રોજ, 26 વર્ષીય કેરોલ માલ્ટેસીની લાશ રસ્તાની બાજુમાં પડેલી મળી આવી હતી. આરોપીઓએ લાશને રોડની બાજુમાં કચરાપેટીમાં ભરીને ટુકડા કરી નાખી હતી. તે સમયે પોલીસ લાશની ઓળખ કરી શકી ન હતી. બાદમાં, જ્યારે પોલીસે લાશની ઓળખ માટે તસવીરો પ્રકાશિત કરી, ત્યારે અભિનેત્રીના એક ચાહકે કેરોલને તેના પગ પરના ટેટૂને કારણે ઓળખી કાઢ્યા.

પોલીસ પૂછપરછ દરમિયાન, ફોન્ટાનાએ જાન્યુઆરીમાં એન્જીની હત્યા કરી, તેના મૃતદેહને ફ્રીઝરમાં મૂક્યો, અને એક મહિના કરતાં વધુ સમય પછી તેને કાપી નાખ્યો, શરીરના ટુકડાને આગ લગાડી અને કચરાપેટીઓમાં બંધ કરી દીધાની કબૂલાત કરી. તેના પર હથોડીના ઘા મારીને હત્યા કરવાનો આરોપ છે.

એન્જી મિલાનના મેટ્રોપોલિટન સિટી ઓફ લોમ્બાર્ડીમાં આવેલી મ્યુનિસિપાલિટી રેસકાલ્ડીનામાં રહેતી હોવાના અહેવાલ છે. તે પહેલા પરફ્યુમની દુકાનમાં કામ કરતી હતી પરંતુ કોવિડ-19 મહામારી પછી તેણે નોકરી ગુમાવી દીધી અને ઓન્લી ફેન્સ પર અશ્લીલ સામગ્રી આપવાનું શરૂ કર્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *