વિડીયો- બાળકો સહીત 15 લોકોને હડકાયા કુતરાઓએ બાચકાં ભરી હોસ્પિટલ ભેગા કર્યા

અમુક વાર કુતરા (Dogs) ઓ ખુબ જ ખતરનાક બની જતા હોય છે. આવા સમય દરમિયાન તેનાથી બચીને રહેવું જોઈએ. હાલમાં આવો જ કઈક કિસ્સો મોરબી…

અમુક વાર કુતરા (Dogs) ઓ ખુબ જ ખતરનાક બની જતા હોય છે. આવા સમય દરમિયાન તેનાથી બચીને રહેવું જોઈએ. હાલમાં આવો જ કઈક કિસ્સો મોરબી (Morbi)ના સામાકાંઠે મહેન્દ્રનગર ગામ (Mahendranagar village) માંથી સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર, અહી હડકાયા કૂતરા (Rabid dogs)નો ભારે આતંક જોવા મળ્યો હતો. કૂતરાએ નાનાં બાળકો સહિત 15થી વધુ લોકોને બચકાં ભર્યાં હતાં. હડકાયા કૂતરાએ એક પછી એક એમ ડઝન જેટલા લોકોને બચકાં ભરતાં ચકચાર ફેલાઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

તમામને હડકવાવિરોધી રસી આપવામાં આવી:
એક રીપોર્ટ મુજબ, મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલી પ્રભુકૃપા ટાઉનશિપ નજીક એક કૂતરું હડકાયું થયું હતું. આ હડકાયા કૂતરાએ ખુબ જ આતંક મચાવ્યો હતો. નાનાં બાળકોથી લઈને 15 જેટલા લોકોને હડકાયા કૂતરાએ બચકાં ભર્યાં હતાં, જેથી તમામને હડકવાવિરોધી રસી મુકાવવા માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હોવાનું જાણવા મળ્યુ છે.

કૂતરાના આતંકને લઈ લોકોમાં ફફડાટ
આ હડકાયા કુતરાએ એક પછી એક બાળકો સહીત મહિલાઓને પણ બચકાં ભર્યા હતા, જેને લઈ ભારે અફરાતફરી મચી હતી. આ કૂતરાએ હજુ બીજા અન્ય લોકોને ઝપટમાં લીધા હોવાની પણ શક્યતા જોવા મળી રહી છે. જાણવા મળ્યું છે કે, મોરબીમાં અવાર-નવાર હડકાયા કૂતરાનો ભારે આતંક જોવા મળે છે. મોરબીના કોઈ ને કોઈ વિસ્તારમાં હડકાયાં કૂતરાં આતંક મચાવીને લોકોને બચકાં ભરે છે. આ ગંભીર બાબત સામે જવાબદાર તંત્ર પાસે આવા હડકાયાં કૂતરાને પકડવા માટેનાં કોઈ સાધનો જ નથી. આ વાતને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *