પડોશીએ જ કર્યું દુષ્કર્મ- 3 વર્ષની બાળકીના કરી નાખ્યા ટુકડે ટુકડા, ગુજરાતના આ શહેરમાં બની ઘટના

સમગ્ર દેશમાં રેપની ઘટનાઓના વિરોધમાં ઉગ્ર દેખાવો થઇ રહ્યા છે. છતાં બીજી તરફ મોટા પ્રમાણમાં રેપની ઘટનાઓ સામે આવી રહી છે. સમગ્ર ભારતમાં વાયુવેગે વધતી જતી બળાત્કારની ઘટનાના કારણે દેશ હવે એક શરમજનક સ્થિતિમાં મુકાયો છે. હવે તો બળાત્કારમાં નથી જોવાતી રાત કે નથી જોવાતો દિવસ. આવા બળાત્કારીઓ પોલીસના હાથે ઝડપાયા બાદ પણ કોર્ટમાં ચાલતી લાંબી પ્રક્રિયાના કારણે જામીન પર છૂટવામાં સફળતા મેળવી લે છે. એવી જ એક ઘટના ગુજરાતના (Rape in Gujarat) સેલવાસમાંથી (selvas) સામે આવી છે.

ગુજરાતમાં આવેલ સેલવાસમાં 4 વર્ષની બાળકી પર કથિત દુષ્કર્મની આશંકા સાથે પાડોશી ઇસમે તેના શરીરના ટુકડા ટુકડા કરી ફેંકી દેવાની ઘટનાથી અરેરાટી ફેલાઇ જવા પામી હતી. પાડોશીએ 3 વર્ષની બાળકીને રહેંસી દુષ્કર્મ કર્યા બાદ હત્યાના કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે. પોલીસે 40 ફ્લેટમાં ચકાસણી બાદ એક ફ્લેટના ટોઇલેટની બારીનો કાંચ તૂટેલો દેખાતાં એ ફ્લેટમાં રહેતા આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. આ કેસમાં બાળકી બપોરે ગુમ થયા બાદ રાત્રે તેની લાશ મળી આવતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. સેલવાસની દુઃખદ ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં રોષની લાગણી ફરી વળી છે.

સેલવાસના નરોલીના આશાપુરા એપાર્ટમેન્ટમાં રહેતા એક પરિવારની 3 વર્ષની બાળકી ગુમ થઈ હતી. ઘટના બાદ પરિવારે આસપાસ બાળકીની શોધખોળ ચલાવી હતી, છતાં બાળકી મળી ન હતી. તો સાથે પાડોશીઓએ પણ બાળકીની શોધ કરી હતી, પણ ક્યાંય તેનો પત્તો લાગ્યો ન હતો. આખરે પરિવારે પોલીસને જાણ કરી હતી.

પોલીસને તપાસ દરમ્યાન બિલ્ડીંગમાં રૂમ નંબર 109 ના બાથરૂમના બાજુએ કંઈક શંકાસ્પદ દેખાયું હતું. બાથરૂમના બારીના કાચ તૂટેલી હાલતમાં હતી. જેથી પોલીસની શંકા વધી હતી. ત્યારે બિલ્ડિંગની વચ્ચે આવેલ જગ્યામાં નીચે જોતા બાળકીની હત્યા કરેલી લાશ મળી આવી હતી. બાળકીને હત્યા એટલી નિર્દયી રીતે કરાઈ હતી કે, તેના ટુકડા કરી એક કોથળામાં ભરેલા હતા.

સમગ્ર ઘટના દરમ્યાન પોલીસ પણ ઘટના સ્થળે પહોચી ગઈ હતી. નરોલી પોલીસે રૂમ નંબર 109 માં રહેતા સંતોષ નામના શખ્સની પૂછપરછ કરતા તેણે હત્યા કરી હોવાનું કબૂલ્યુ હતું. આ બાળકીની સાથે દુષ્કર્મ કરી તેની હત્યા કરી લાશને સગેવગે કરી હતી. તેણે પોતાના બાથરૂમની બારીનો કાચ તોડી વચ્ચેની જગ્યાએથી બાળકીની લાશને ફેંકી દીધી હતી. પોલીસે સંતોષની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

ઘર પાસે રમતી બાળકીને ઉપાડીને લઈ ગયો હતો
આરોપી સંતોષ એટલો ક્રુર હતો કે, તે બપોરે ઘર પાસે રમતી બાળકીને ઉપાડીને લઈ ગયો હતો. તે બાળકીને પોતાની ફ્લેટમાં લઈ ગયો હતો. જ્યાં તેણે બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. જેના બાદ તેની હત્યા કરી હતી. એટલુ જ નહિ, ઠંડા કલેજે હત્યા કર્યા બાદ નરાધમ બિન્દાસ્ત સૂઈ ગયો હતો. પાડોશીઓ જ્યારે બાળકીને શોધી રહ્યા હતા ત્યારે કંઈ જાણતો ન હોવાનો ડોળ તેણે કર્યો હતો.

માસૂમ બાળકી સાથે દુષ્કર્મ કર્યા બાદ હત્યા કરતા પિતા સહિત સમગ્ર પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો. આઘાતમાં આવેલા પિતાએ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘટનાને પગલે પરિવારજનો તથા બિલ્ડિંગના રહીશોમાં ભારે આક્રોશ ફેલાઈ ગયો હતો અને આરોપીને અમને સોંપી દો, અમે જ ન્યાય કરીશું એવું જણાવી રહ્યા હતા. લોકોનો આક્રોશ જોઈ પોલીસે આરોપીને લઈ તરત પોલીસ મથકે જવા રવાના થઈ હતી.

અગાઉ પણ છેડતી કરતા લોકોએ મેથીપાક આપ્યો હતો
આશાપુરા એપાર્ટમેન્ટમાં રહેતા અન્ય વ્યક્તિઓનું કહેવું છે કે, નરાધમ સંતોષે અગાઉ પણ સોસાયટીમાં બાળકીઓ સાથે છેડતી કરી હતી. તે સમયે લોકોએ તેને મેથીપાક પણ ચખાડ્યો હતો. વિકૃત માનસિકતા ધરાવતા આ ઇસમને પહેલા જ સોસાયટીથી બહાર કરી દેવામાં આવ્યો હોત તો આજે બીજી માસૂમ બાળકી ભોગ બનતા બચી શકી હોત. આ કિસ્સો દરેક સોસાયટી અને ચાલીના રહીશો માટે લાલ બત્તી સમાન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *