આધુનિક યુગમાં બનાસકાંઠાનાં વિદ્યાર્થીએ એવી અનોખી શોધ કરી કે, જાણીને ‘વાહ!’ બોલી ઉઠશો

સમગ્ર વિશ્વમાં આજે એટલે કે, 22 માર્ચનાં રોજ ‘વિશ્વ જળ દિન’ ની ઉજવણી થઈ રહી છે ત્યારે સમગ્ર વિશ્વમાં ભવિષ્યમાં પાણીનું સંકટ સર્જાય તેવી પરિસ્થિતિનું…

સમગ્ર વિશ્વમાં આજે એટલે કે, 22 માર્ચનાં રોજ ‘વિશ્વ જળ દિન’ ની ઉજવણી થઈ રહી છે ત્યારે સમગ્ર વિશ્વમાં ભવિષ્યમાં પાણીનું સંકટ સર્જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આવા સમયમાં આપણે પાણીની બચત તેમજ સતત વધતો જતો બગાડ અટકાવવો ખુબ જરૂરી બન્યો છે.

ઘરવપરાશમાં થતો પાણીનો બગાડ અટકાવવા બનાસકાંઠા જીલ્લામાં આવેલ પોલિટેકનિક કોલેજમાં મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ પોતાનામાં રહેલ અનોખી સુષુપ્ત શક્તિનો ઉપયોગ કરીને એલાર્મ નળ બનાવી નાંખ્યો છે.

નળના ઉપયોગ મારફતે તમામ ઘરમાં થતા પાણીનો વેડફાટ અટકાવી શકાશે એવું આ વિદ્યાર્થી જણાવી રહ્યો છે. આ યુવક કોઈ મોટો વૈજ્ઞાનિક નથી પણ એક મિકેનીકલ એન્જિનિયરિંગનો વિદ્યાર્થી છે. બનાસકાંઠા જિલ્લામાં આવેલ પાલનપુરની પોલીટેકનીક કોલેજમાં મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહેલ યુવક ધવલ નાઇ મૂળ ધાનેરાનો વતની છે.

આની સાથે જ પાલનપુરની પોલિટેકનિક હોસ્ટેલમાં રહીને મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યો છે. કોરોનાને કારણે થયેલ લોકડાઉન વખતે કોલેજમાં રજાઓ પડી જતાં ધવલ પોતાના વતન ધાનેરા ગયો હતો તેમજ ત્યાં તેને ઘણીવાર પોતાના આજુબાજુના ઘરોમાં થતાં પાણીનો બગાડ દેખાઈ આવ્યો હતો.

તેને આ વેડફાતું જતું પાણી જીવનમાં કામ લાગશે તેવો વિચાર આવતાં પાણીનો બચાવ કેવી રીતે કરી શકાય તેવું વિચારવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ તેણે પોતાની કોલેજમાં ચાલતા SSIP પોલીસીની મદદ માંગીને આ પોલિસીમાં કાર્યરત શિક્ષકોને માર્ગદર્શન હેઠળ એલાર્મ નળ બનાવવાનો પ્રોજેક્ટ શરૂ કર્યો હતો.

લોકોના ઘરે આવતા પાણીનો કોઈ સમય નક્કી હોતો નથી જેને લઈ લોકો પોતાના ઘર વપરાશનું પાણી ભરવા માટે નળ ચાલુ મૂકી દેતા હોય છે. આની સાથે જ પાણી ટાંકામાં ભરાઈ ગયા પછી પણ નળ ચાલુ રહી જતાં દરરોજ હજારો ઘરોમાં પાણીનો બગાડ થયા કરે છે. જેને લઈ આ યુવકે એલાર્મ નળ બનાવ્યો છે.

જેના દ્વારા જો કોઈ વ્યક્તિ પોતાના ઘરે આ નળ લગાવે તો પાણી આવતા આ નળમાં એલાર્મ વાગે છે. જેને લીધે અવાજથી પાણી આવી ગયાની જાણ થાય છે. આની સાથે જ આસાનીથી પોતાના ઘર વપરાશનું પાણી ભરીને નળ બંધ કરી દેતા વેડફાતું પાણીની બચત કરી શકાય છે.

આ નળમાં ઓન મોડ, ઓફ ઓડ તેમજ એલાર્મ મોડ જેવા 3 મોડ મુકવામાં આવ્યા છે. જયારે પણ નળ ચાલુ કરો ત્યારે નળને એલાર્મ મોડમાં મુકવામાં આવે છે. જો એલાર્મનો ઉપયોગ ન કરવો હોય તો ઓફ મોડ પણ આપવામાં આવ્યો છે. આ યુવકે 8 મહિનાથી વધારે સમયનો સદુપયોગ કરીને બનાવેલ આ નળનો પ્રોજેક્ટ પરિપૂર્ણ થતા કોલેજ દ્વારા આ વિદ્યાર્થીના અનોખા નળની પેટર્ન લેવાની કામગીરી પણ ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *