lockdown ના પાલન કરતા એક દુલ્હો પોતાની દુલ્હનને મોટરસાયકલ પર વિદાય કરીને લઇ જઇ રહ્યો હતો . પોલીસે જ્યારે તેને રોક્યા તો lockdown દરમિયાન તેની આ સાવધાની ઉપર પોલીસ પણ ખુશ થઇ અને વર વધૂને લગ્નની કેક કપાવી. તેના બાદ પોલીસે એસ્કોર્ટ સાથે બન્નેને ઘર સુધી મૂકવા ગયા.
પંજાબના મોગા જિલ્લામાં આ ઘટના જોવા મળી છે.૧૯ એપ્રિલે મોગા જિલ્લામાં રહેતા કૃષ્ણ સિંહ અને ferozepur જિલ્લામાં રહેતી મનજીત કૌરના લગ્ન હતાં. લગ્ન કરવા માટે વરરાજો પોતાની સાથે ઘરના પાંચ સદસ્યો ને લઈને ગયો હતો.
૨૦ એપ્રિલના રોજ લગ્ન કરી પાછા વળતી વખતે વર કૃષ્ણ સિંહ દુલ્હનને પોતાની મોટરસાયકલ પર બેસાડીને લઈ આવ્યો. પરંતુ ઘરે પહોંચવાના પહેલાં ગામના પાદર પોલીસ એમનો પહેલેથી જ રાહ જોઈ રહી હતી અને તે જોઈને ગભરાઈ ગયો.
ત્યારબાદ જ્યારે તે પોલીસવાળાઓ સાથે ચોક પર પહોંચ્યા તો ત્યાં લગ્નની કેક કાપી અને પહેલેથી જ વરિષ્ઠ પોલીસ અધિકારી અને પોલીસ સ્ટેશનનો સ્ટાફ હાજર હતો.ચાર રસ્તા પર નવયુગલ નું સાથે સ્વાગત કરવામાં આવ્યું અને લગ્નની કેક પણ આપવામાં આવી. ત્યારબાદ પોલીસ તેને ઘર સુધી મૂકવા ગઈ.
Dcp રવિન્દ્રસિંહ જણાવ્યું કે આ પહેલા અમારી પાસે તેઓ ઇ-પાસ માટે આવ્યા હતા. પરંતુ અમે કહ્યું હતું કે ઓછામાં ઓછા લોકો જજો અને તેમણે આ યોગ્ય રીતે પાલન કર્યું. સાથે જ બીજા લોકોને પણ શિખામણ આપી.ત્યારબાદ અમારી ફરજ બને છે કે તેમનું માન-સન્માન કરી એટલા માટે કેક મંગાવવામાં આવી અને તેમનું સ્વાગત કરવામાં આવ્યું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news