કાઠમંડુ: AIIMSમાં અભ્યાસ કરતા નેપાળ (Nepal)ના નેત્ર ચિકિત્સક(Ophthalmologist) ડૉ. સંદુક રુઈતે(Dr. Sanduk Ruit) મોતિયાના ઓપરેશનનો ખર્ચ 90% ઘટાડી દીધો છે. તેઓ દર અઠવાડિયે 2,500 દર્દીઓની સારવાર કરે છે અને જેઓ તેમની ફી ચૂકવી શકતા નથી તેમને મફત સારવાર આપે છે.
રાષ્ટ્રપતિ(President) રામનાથ કોવિંદે(Ramnath Kovind) ડૉ. સંદુક રુઈતને તેમની પરોપકારી સેવાઓ માટે પદ્મશ્રી (Padma Shri)થી સન્માનિત કર્યા છે. નેપાળમાં ઘણા લોકો ગરીબ છે, તેમને ડૉ. રુઈતની મફત સારવારથી ખુબ જ ફાયદો થયો છે.
મળતી માહિતી અનુસાર, ડૉ. સંદુક રુઇતે કાઠમંડુમાં તિલગંગા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઑપ્થેલ્મોલોજીની સ્થાપના કરી છે. તેઓ આ હિમાલય દેશના ઉંચા પર્વતો અને નીચાણવાળા ગામડાઓની નિયમિત મુલાકાત લે છે. આ સિવાય તેઓ તેમની સાથે નિષ્ણાતો અને સાધનો લઈને ગામડાઓમાં પણ મોતિયાના ઓપરેશન કરે છે. તેની સારવારથી માત્ર નેપાળ જ નહીં પરંતુ ભારતના લોકોને પણ ઘણો ફાયદો થાય છે.
લુમ્બિનીમાં માયાદેવી મંદિરની બાજુમાં, જ્યાં ભગવાન બુદ્ધનો જન્મ 2,600 વર્ષ પહેલાં થયો હતો, ત્યાં તેમનું શિબિર છે. ત્યાં સેંકડો લોકો હોસ્પિટલની બહાર લાઇનમાં ઉભા છે. તેમને આશા છે કે ડૉ. રૂઈત તેમની આંખોની રોશની ફરી પાછી લાવી શકશે. ત્યાં ભગવા વસ્ત્રોમાં સજ્જ બૌદ્ધ સાધુઓ, વૃદ્ધ ખેડૂતો અને ગૃહિણીઓ એવી આશા સાથે આવે છે કે તેઓ ફરીથી વિશ્વને જોઈ શકશે. નેપાળના પ્રખ્યાત આંખના સર્જન ડો. સંદુક રુઈત તેમની નવીન અને સસ્તી મોતિયાની સર્જરી દ્વારા તેમની સારવાર માટે સમયાંતરે ત્યાં આવે છે. આ માટે તેમને ઘણા પુરસ્કારો પણ આપવામાં આવ્યા છે.
નેપાળની રાજધાની કાઠમંડુથી 288 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમમાં, લુમ્બિનીના વિઝિટર સેન્ટરથી અસ્થાયી આંખની હોસ્પિટલ સુધી એસેમ્બલી-લાઇન સર્જરી સાથે, ડૉ. રૂઇટ માત્ર ત્રણ દિવસમાં લગભગ 400 દર્દીઓ પર સફળતાપૂર્વક ઓપરેશન કરે છે. નેપાળમાં ‘ગોડ ઑફ વિઝન’ તરીકે ઓળખાતા ડૉ. રુઈત કહે છે કે ‘મારો ઉદ્દેશ્ય અને જુસ્સો એ જોવાનો છે કે દુનિયાના આ હિસ્સામાં અનાવશ્યક રીતે કોઇપણ આંધળા ન રહે. તમામ લોકોને સારી સારવાર મળે તે ખુબ જ જરૂરી છે. હું ખાતરી કરવા માંગુ છું કે દરેકને આ સારવાર મળે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.