માસીના ઘરે વેકેશન માણવા આવેલ બાળકને ભરખી ગયો કાળ- માત્ર 9 વર્ષનો બાળક નહેરમાં ડૂબ્યો

સુરત(Surat): છેલ્લા થોડા દિવસોથી ડૂબી જવાને કારણે મૃત્યુનો આંક વધ્યો છે. ત્યારે આવી જ વધુ એક ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, બે દિવસ પહેલા 9 વર્ષનો નૈતિક વેકેશનમાં કડોદ (Kadod)થી બારડોલી(Bardoli) તેના માસીના ઘરે આવ્યો હતો. ત્યારે તે સોમવારે સાંજે પરિવાર સાથે કેનાલ રોડ પર ફરવા ગયો હતો. આ દરમિયાન પરિવારની જાણ બહાર બાળક નહેર નજીક રમવા ગયો હતો. ત્યારે તે નહેરમાં રમતા રમતા પડી ગયો હતો.

ત્યારબાદ નૈતિક મોડી સાંજ સુધી પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી, પરંતુ પત્તો ન મળતા ગુમ થયાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે શોધખોળ દરમિયાન સીસીટીવી કેમેરા તપસ્યા ત્યારે નૈતિક નહેરની આસપાસ રમતો દેખાયો હતો. તેથી પોલીસે શંકાના આધારે ફાયર વિભાગને જાણ કરી નહેરમાં શોધખોળ ચાલુ કરવામાં આવી હતી. આ દરમિયાન મોડી રાત્રે બાળકનો મૃતદેહ નહેરના પાણીમાંથી મળી આવ્યો હતો. દીકરાના મૃત્યુના સમાચાર મળતા જ પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

હકીકતમાં, 9 વર્ષીય નૈતિક બારડોલી તાલુકાના કડોદ ગામનો રહેવાસી છે. તે નાગર ફળિયામાં રહેતા કિશોરસિંહ વાંસીયાનો પુત્ર છે. નૈતીકને વેકેશન હોવાને કારણે તે સાધના નગરમાં રહેતા તેના માસીના ઘરે વેકેશન માણવા તેમજ વાસ્તુપૂજન હોવાને કારણે આવ્યો હતો. ત્યાંથી સોમવારની સાંજે નૈતિક પરિવાર સાથે કેનાલ લિન્ક રોડ પર નૈતિક ફરવા ગયો હતો. જે નહેરની પાળી પર ચઢીને નહેરમાં પથ્થર નાખતા તેને પરિવારના સભ્યોએ આમ નહી કરવા અને નહેરની પાળી પરથી દૂર જવા સમજાવી પરત ફર્યા હતા. બાદમાં પરિવારની જાણ બહાર નૈતિક ફરી કેનાલ રોડ પર રમવા ગયો હતો.

આ પછી મોડી રાત સુધી ઘરે પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ ચાલુ કરી હતી. પરંતુ નૈતીકનો કોઈ અત્તો પત્તો ન લાગવાને કારણે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ગંભીરતા સમજી તપાસ હાથ ધરી આસપાસના સીસીટીવી ચેક કર્યા હતા. જેમાં નૈતિક નહેરની પાળી પર ચઢી પાણીમાં પથ્થર નાખતો નજરે પડ્યો હતો. રમતા રમતા પાણીમાં પડ્યો હોવાની શંકા રાખી પોલીસે ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયરની ટીમે નહેરમાં શોધખોળ કરતા ઘરથી એકાદ કીમીના અંતરે નહેરમાંથી નૈતિકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. દીકરાના મૃત્યુને કારણે પરીવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *