ભાજપના પૂર્વ MLAના ભત્રીજાએ ઝેરી દવા ગટગટાવી કર્યો આપઘાત, એકના એક દીકરાના મોતથી પરિવારમાં છવાયો માતમ

રાજકોટ(Rajkot): ગ્રામ્યના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય(Former BJP MLA) લાખા સાગઠિયા(Lakha Sagathiya)ના ભત્રીજાએ ઘરે ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લેતા પરિવારમાં ચકચાર મચી જવા પામી…

રાજકોટ(Rajkot): ગ્રામ્યના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય(Former BJP MLA) લાખા સાગઠિયા(Lakha Sagathiya)ના ભત્રીજાએ ઘરે ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લેતા પરિવારમાં ચકચાર મચી જવા પામી છે. જો કે, ક્યાં કારણોસર આપઘાત કર્યો તે અંગે હજુ સુધી કોઈ કારણ જાણી શકાયું નથી. આ ઘટનાના પગલે લોધિકા પોલીસ ઘટનાસ્થળે દોડી અવી હતી અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

મહત્વનું છે કે, મૃતકના પિતા ખીરસરા ગામમાં ઉપસરપંચ છે અને તેના પરિવારમાં એકનો એક પુત્ર હતો. મળતી માહિતી અનુસાર, રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના ખીરસરા ગામે રહેતા રાજકોટ ગ્રામ્યના પૂર્વ ધારાસભ્ય લાખા સાગઠિયાના ભત્રીજાએ પોતાના ઘરે જ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લેતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ઘટનાને લઈને લોધિકા પોલીસ દ્વારા સ્થળ પર પહોંચી આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે. પરિવારના આધારસ્તંભ યુવાનના મોતથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

વાત કરવામાં આવે તો મૃતક રાજકોટ ગ્રામ્યના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા લાખા સાગઠિયાનો ભત્રીજો હતો. ગઈકાલના રોજ સાંજે પોતાના ઘરે ઝેરી દવા પીને આપઘાત કરી લેતા સાગઠિયા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પૂર્વ ધારાસભ્ય લાખા સાગઠિયાના ભાઈ અને મૃતકના પિતા ખીમજીભાઈ ખીરસરા ગામના ઉપસરપંચ છે. ભત્રીજાએ ગઈકાલના રોજ સાંજે પોતાના ઘરે જ આ આત્મઘાતી પગલું ભરી લીધું હતું. જો કે, ક્યાં કારણોસર આ પ્રકારનું ગંભીર પગલું ભર્યું તેણે લઈને પરિવારજનો અજાણ છે.

મૃતક અપરિણીત હતો. પરિવારના આધારસ્તંભ એકના એક યુવાન પુત્રના મોતથી સાગઠિયા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. હાલ લોધિકા પોલીસ દ્વારા મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરાવી આપઘાત પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *