Broom Vastu Tips: સાવરણીને આર્થિક સમૃદ્ધિ અને મા લક્ષ્મી સાથે સંબંધિત માનવામાં આવે છે. માન્યતા છે કે સાવરણી સાથે તમારુ ભાગ્ય પણ જોડાયેલું છે. તેથી સાંજના સમયે ઘરમાં કરચો કાઢવો શુભ માનવામાં નથી આવતો કારણ કે તેનાથી ઘરમાં મા લક્ષ્મીનું આગમન નથી થતું. જ્યોતિષ શાસ્ત્ર (Broom Vastu Tips) ઉપરાંત વાસ્તુ શાસ્ત્રમાં પણ સાવરણી સાથે જોડાયેલા કેટલાંક નિયમો છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, કેટલાંક દિવસો એવા જણાવવામાં આવ્યાં છે, જેને સાવરણી ખરીદવા માટે શુભ માનવામાં નથી આવતાં. ચાલો જાણીએ, વાસ્તુ શાસ્ત્રમાં સાવરણી ખરીદવાના કયા નિયમો જણાવવામાં આવ્યા છે.
સોમવારે ન ખરીદો સાવરણી
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, સોમવારના દિવસે સાવરણી ન ખરીદવી જોઇએ. જો તમે સોમવારના દિવસે સાવરણી ખરીદો છો, તો તેનાથી તમને ધન હાનિ થઇ શકે છે. સાથે જ તમારી ઉપર દેવુ વધી શકે છે. તેથી જો તમે ધન લક્ષ્મીને પ્રસન્ન કરવા માગતા હોય તો સોમવારના દિવસે સાવરણી ખરીદવાનું ટાળો.
શનિવારના દિવસે ન ખરીદો સાવરણી
તમે સાંભળ્યું હશે કે, શનિવારના દિવસે તેલ અને લોખંડની વસ્તુઓ ખરીદવાની મનાઇ હોય છે પરંતુ વાસ્તુ શાસ્ત્ર અનુસાર, શનિવારના દિવસે સાવરણી ખરીદવાથી મા લક્ષ્મીની કૃપા તમારા પર નથી વરસતી. શનિવારના દિવસે પણ સાવરણી ખરીદવી શુભ માનવામાં નથી આવતી. તેથી તમે જીવનમાં મા લક્ષ્મીની કૃપા મેળવવા માગતા હોય તો શનિવારે સાવરણી ન ખરીદો. સાથે જ તમે શનિના પ્રકોપથી પણ પીડિત થઇ શકો છો.
જો તમે સોમવાર અથવા શનિવારે સાવરણી ખરીદો છો, તો તમારા માટે શુભ રહેશે નહીં. આવું કરવાથી તમારા પર શનિનો પ્રકોપ વધી શકે છે. જેનાથી તમારા જીવનમાં અનેક સમસ્યાઓ ઊભી થઈ શકે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App