માલ ૧ કરોડનો ને, બીલ ૪૮ હજારનું… સુરતમાં GST ચોરીનો નવો કીમિયો ઝડપાયો, અધિકારીઓ પણ ગોથું ખાઈ ગયા

સુરત (Surat)માં અવારનવાર કૌભાંડો(scam) સામે આવતા જ રહે છે. ત્યારે ત્યારે હાલ રેલ્વે મારફત ચાલી રહેલા GST કૌભાંડનો વધુ એક કૌભાંડ સામે આવ્યો છે. જેમાં…

સુરત (Surat)માં અવારનવાર કૌભાંડો(scam) સામે આવતા જ રહે છે. ત્યારે ત્યારે હાલ રેલ્વે મારફત ચાલી રહેલા GST કૌભાંડનો વધુ એક કૌભાંડ સામે આવ્યો છે. જેમાં ઇ-વે બીલ (E-way bill)ની રૂપિયા 50,000ની લિમિટનો લાભ લઇ માલ મોકલનારાઓ સરકારને કરોડોનો ચૂનો રોઝ લગાવી રહ્યા છે. જેમાં રેલ્વે મારફત આવેલા રૂપિયા એક કરોડથી વધુના તમાકુના માલના બિલ પર કિંમત માત્ર 48,000 બતાવવામાં આવી હતી. જેને પગલે હાલ આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

જાણવા મળ્યું છે કે, GST ની તપાસ બાદ તેમાં હાલ 10 લાખની પેનલ્ટી લગાવવામાં આવી છે. આ અંગે અધિકારીઓનું કહેવું છે કે 50,000 થી વધુનું ઇ-વે બીલ હોય તો જ ચેક કરી શકે છે. જેનો લાભ લઈ  કૌભાંડીઓ ગમે તેટલી રકમનો માલ હોય, તેમ છતાં પણ બિલ માત્ર 50,000થી નીચેનું જ બનાવડાવતા હતા. ત્યારે સ્વાભાવિક છે કે આ બિલ બોગસ જ હોય. આ અંગે એક્સપર્ટનું કહેવું છે કે, આ બાબતના કેસોની તપાસ સમગ્ર દેશમાં થવી જોઈએ.

મળતી માહિતી અનુસાર, છેલ્લા છ મહિનામાં છ થી વધુ આવા કેસો બન્યા છે. જેમાં પાંચ કરોડથી વધુના કેસ પકડાયા છે. જેને લઈને એક્સપર્ટ નો કહેવું છે કે, જેમ કસ્ટમર વિભાગ એરપોર્ટ પર એક ટીમ રાખે છે તે જ રીતે દેશના દરેક પ્લેટફોર્મ પર GST ની ટુકડી હોવી જોઈએ. ત્યારે આ અંગે GST અધિકારીઓનું કહેવું છે કે, બાય રોડ માલ પકડાઈ જવાની બીકે રેલવે મારફત માલ મંગાવવામાં આવી આવી રહ્યો છે.

છેલ્લા થોડા સમયમાં આવા બે કૌભાંડ પકડાયા છે. જેમાં એક કેસમાં તમાકુની કિંમત 1 કરોડ ઉપર હતી પરંતુ બિલ માં 48,000 જ બતાવવામાં આવી હતી. જ્યારે બીજા કેસમાં 25 લાખનો માલ હોવા છતાં કિંમત 38,000 બતાવવામાં આવી હતી. ત્યારે આ ઘટનામાં રેલવે અધિકારીઓની પણ સંડવણી હોઈ શકે છે. કારણ કે લાખોના પાર્સલ હોવા છતાં તેમણે હજારોના જ પાર્સલ હોય ટીવી રીતે ખપાવી દેવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *