‘કેસ ઘટી રહ્યા છે પરંતુ મોતનો આંકડો દિવસેને દિવસે વધી રહ્યો છે’ -જાણો ચોંકાવનારૂ કારણ

સમગ્ર દેશમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના વાયરસના નવા કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. જોકે, આજે સામાન્ય વધારો થયો પરંતુ આમ છતાં મોતનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. કેન્દ્ર સરકારે કહ્યું કે, ટેસ્ટિંગ વધારવાથી ઘણો ફાયદો થયો છે અને 14 અઠવાડિયામાં અઢી ગણું ટેસ્ટિંગ વધારી દેવામાં આવ્યું છે.

જેનાથી સંક્રમણની જાણ થઈ અને તેના પર કાબૂ મેળવવામાં મદદ મળી છે. પરંતુ, હાલ ચિંતાની વાત કઈક બીજી જ છે. કારણ કે, કોરોનાથી મોતની સંખ્યા ઘટી રહી નથી. તાજા આંકડા મુજબ ભારતમાં એક જ દિવસમાં કોરોના વાયરસના નવા 2.67 લાખથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે 4529 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં અનુસાર, દેશભરમાંથી છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 2,67,334 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કોરોનાના કુલ દર્દીઓનો આંકડો 2,54,96,330 થયો છે. એક દિવસમાં 3,89,851 દર્દીઓ કોરોનાથી રિકવર પણ થયા હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 2,19,86,363 પર પહોંચી છે. સૌથી ચિંતાજનક જો કોઈ વાત હોય તો કોરોનાથી વધી રહેલા મોતનો આંકડો છે. એક જ દિવસમાં કોરોનાથી 4529 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. કુલ મૃત્યુઆંક 2,83,248 પર પહોંચ્યો છે. હાલ દેશમાં 32,26,719  દર્દીઓ સારવાર હેઠળ છે. ઉપરાંત રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 18,58,09,302 લોકોને રસી આપવામાં આવી છે.

20 લાખથી વધુ ટેસ્ટ
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યાં અનુસાર મંગળવારે દેશભરમાંથી કુલ 20,08,296 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ 32,03,01,177 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યાં છે.

કોરોનાની  બીજી લહેરમાં યુવાઓના મોતનો દર બમણો
એવો ખુલાસો થયો છે કે, ગઈ લહેરની સરખામણીમાં આ વખતે યુવાઓના મોતનો દર બમણો છે. આ ડેટા દિલ્હી એનસીઆરમાં 7-8 હોસ્પિટલોમાં કરાયેલા સ્ટડીના આધારે સામે આવ્યો છે અને તે ખુબ જ ચિંતાજનક છે. આ લહેરમાં આપણે યુવાઓને ગુમાવી રહ્યા છીએ.

નવા કેસ ઓછા થવા છતાં વધ્યો મોતનો આંકડો
10 મેના રોજ ભારતમાં કોરોના સંક્રમણ 3 લાખ 88 હજાર 58 હતો. એક અઠવાડિયા બાદ 17મી મેના રોજ ઘટીને 3 લાખ 19 હજાર 437 પર પહોંચી ગયું. આ દરમિયાન 10મી મેના રોજ કોવિડ-19થી થનારા મોતનો આંકડો 3948 હતો અને અઠવાડિયા બાદ વધીને 4103 સુધી પહોંચી ગયો. મોતની સંખ્યા 19મી મેના રોજ 4500 સુધી પહોંચી ગયો તો આખરે કોવિડ સંક્રમણનો ઘટતો ગ્રાફ અને મોતની વધતી રેખાથી બનતા આ એક્સ ફેક્ટરને શું કહે છે?

ભારતમાં પ્રકોપ ઘટી રહ્યો છે
હાલ દેશમાં કોરોનાનો કહેર ઘીરે ધીરે ઘટતો જોવા મળી રહ્યો છે. કારણ કે, હવે સારવારની વ્યવસ્થામાં સુધારો આવી રહ્યો છે. બેડ્સ અને ઓક્સિજનની અછત પણ પહેલા જેટલી નથી. જીવનરક્ષક દવાઓની સારવારમાં સુધારો થયો છે. લોકડાઉન અને કરફ્યૂનો ફાયદો જોવા મળી રહ્યો છે. પરંતુ હોસ્પિટલોમાં થતા મોતનો આંકડો ઘટતો નથી. અને ભારતમાં હવે રોજ સરેરાશ 4000 લોકોના મોત થઈ રહ્યા છે.

કોવિડ-19થી થતા મોતનું એક્સ ફેક્ટર
એક્સપર્ટનું માનીએ તો જે જુસ્સા સાથે હિન્દુસ્તાને કોરોના સામે લડત લડવાનું નક્કી કર્યું છે તે જ જુસ્સો જો જળવાઈ રહ્યો તો આવતા 10-15 દિવસમાં મોતનો દર પણ ઘટવાનો શરૂ થઈ જશે. જેએનયુ CSMCH ના ચેરપર્સન ડો.રાજીવ દાસગુપ્તા કહે છે કે, કોરોના વાયરસથી થનારા મોતના આંકડા બે અઠવાડિયા પાછળ ચાલે છે અને 15 દિવસ બાદ નવા કેસમાં ઘટાડાની અસર મોતના આંકડા ઉપર પણ જોવા મળશે.

મેક્સ હોસ્પિટલથી મળેલા આંકડા પર કરાયેલો સ્ટડી
આ સ્ટડી દિલ્હી, ગુરુગ્રામ અને ગાઝિયાબાદમાં મેક્સના અલગ અલગ 7 હોસ્પિટલોમાંથી ભેગા કરાયેલા આંકડાના આધારે કરવામાં આવી છે. જેમાં જાણવા મળ્યું છે કે, મેક્સની આ હોસ્પિટલોમાં ગયા 9 મહિનામાં 45 વર્ષથી ઓછી ઉંમરના 3929 દર્દી દાખલ થયા હતા. જ્યારે આ વખતે 2021ના ત્રણ મહિનાની અંદર જ 1579 યુવાઓ દાખલ થઈ ચૂક્યા છે.

કોરોનાની ઝપેટમાં કેમ યુવાઓ વધુ આવી રહ્યા છે?
એક્સપર્ટનું માનવું છે કે, યુવાઓમાં હાલ રસી મૂકાવેલા લોકોની સંખ્યા ખુબ ઓછી છે. બીજી વાત એ છે કે, મ્યૂટેન્ટ વાયરસ યુવાઓ માટે વધુ જોખમી સાબિત થઈ રહ્યો છે અને યુવાઓનું ઘરમાંથી બહાર નીકળવું પણ તેમના વાયરસની ઝપેટમાં આવવા પાછળનું એક મોટું કારણ માનવામાં આવી રહ્યું છે. જોકે, આંકડાઓની સમીક્ષા કરનારા એવી આશા વ્યક્ત કરી રહ્યા છે કે, આવતા અઠવાડિયામાં દેશમાં થઈ રહેલા મોતની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *