ઓમિક્રોન અને ડેલ્ટા ભેગા થઈને બનેલો નવો વેરિયન્ટ મચાવશે હાહાકાર?- WHOની આ ચેતવણીથી વિશ્વ આખું હચમચ્યું

ભારતમાં તેમજ સમગ્ર વિશ્વમાં કોરોના(Corona)ના ઘટતા કેસોને લઈને લોકોમાં રાહત છે. આ દરમિયાન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન(WHO) તરફથી એક ચિંતાજનક સમાચાર આવી રહ્યા છે. તાજેતરના સંશોધનો દર્શાવે છે કે ડેલ્ટા(Delta) અને ઓમિક્રોન(Omicron) એક નવા વાયરસને જન્મ આપ્યો છે, તેના પુરાવા પણ મળી આવ્યા છે. ડબ્લ્યુએચઓનું કહેવું છે કે, ડેલ્ટા અને ઓમિક્રોનના ઝડપી સંક્રમણને કારણે આ ડર પહેલેથી જ વ્યક્ત કરવામાં આવી રહ્યો હતો.

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ વાયરસ કેટલો ઘાતક છે અને તે કેટલી ઝડપથી ફેલાય છે તે અંગે ઘણા અભ્યાસ કરવામાં આવી રહ્યા છે. આ વાયરસનો પ્રકોપ ફ્રાન્સમાં જાન્યુઆરી 2022માં શરૂ થઈ ચૂક્યો છે. આ પહેલા પણ વૈજ્ઞાનિકો કહી ચુક્યા છે કે કોરોના આપણી વચ્ચેથી ગયો નથી, તેના અલગ અલગ પ્રકાર આવતા રહેશે.

વૈજ્ઞાનિકો નવા વાયરસ પર નજર રાખી રહ્યા છે:
કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો હતો. જોકે ઓમિક્રોન વેરિઅન્ટ તેની તુલનામાં ઓછું ઘાતક સાબિત થયું હતું. હવે WHO તરફથી એક અપડેટ છે કે ઓમિક્રોન અને ડેલ્ટાના રિકોમ્બિનન્ટ વાયરસ ફેલાઈ રહ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના વૈજ્ઞાનિક મારિયા વાન કારખોવે ટ્વીટ કર્યું કે SARSCov2 ના ઓમિક્રોન અને ડેલ્ટા વેરિઅન્ટ એકસાથે ફેલાઈ શકે છે. તેમનું સંક્રમણ ઝડપી હોઈ શકે છે. તેણે એમ પણ લખ્યું કે અમે આ વાયરસ પર નજર રાખી રહ્યા છીએ અને તેના પર વાતચીત પણ થઈ રહી છે.

વાઈરોલોજિસ્ટે જણાવ્યું કે વાયરસ ધીમે ધીમે ફેલાઈ રહ્યો છે:
મારિયાએ વાઈરોલોજિસ્ટ જેરેમી કામિલના ટ્વીટને રીટ્વીટ કર્યું છે. આ ટ્વિટ અનુસાર, ડેલ્ટા-ઓમિક્રોનના મિશ્રિત વાયરસના નક્કર પુરાવા મળ્યા છે. તે ફ્રાન્સમાં જાન્યુઆરી 2022 થી ફેલાઈ રહ્યો છે. ડેનમાર્ક અને નેધરલેન્ડ્સમાં સમાન પ્રોફાઇલના વાયરસ પણ મળી આવ્યા છે. લાઈવમિન્ટના અહેવાલ મુજબ, WHO વૈજ્ઞાનિકોએ પ્રેસ કોન્ફરન્સમાં પણ કહ્યું હતું કે હાલમાં તેના ઘાતક અને વધુ ફેલાવાને લગતા કોઈ ફેરફાર જોવા મળ્યા નથી, જો કે ઘણા સંશોધનો કરવામાં આવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *