નરેન્દ્ર મોદી અને અમિત શાહને ગુજરાત ભાજપમાં ઉભો થયેલો આ ડખો દુર કરવા રૂબરૂ આવવું પડ્યું- થયો મોટો ઘટસ્ફોટ

મોદી-શાહ દ્વારા ફરી એક વાર પોતાની તાકાત સાબિત કરી દીધી છે. ઉત્તરપ્રદેશની જીતનું જશ્ન તો ખરુજ પણ ગુજરાત ભાજપમાં અંદરખાને થતી ચર્ચા મુજબ મોદી-શાહ ની…

મોદી-શાહ દ્વારા ફરી એક વાર પોતાની તાકાત સાબિત કરી દીધી છે. ઉત્તરપ્રદેશની જીતનું જશ્ન તો ખરુજ પણ ગુજરાત ભાજપમાં અંદરખાને થતી ચર્ચા મુજબ મોદી-શાહ ની ગુજરાત મુલાકાત નું એક કારણ ભાજપા માં ઉકળતા ચારુ જેવો ચાલી રહેલો જુથવાદ ને શાંત કરવાજ મુલાકાત લેવામાં આવી હોય તેવું માનવામાં આવે છે. જો આ શાંત નહિ થાય તો ભવિષ્યમાં લાવા બની ફાટી નીકળશે અને જેનું નુકશાન મોદી-શાહ ને અગામી વિધાનસભાની ચુંટણીમાં ચુકવવું પડશે.

હાલ ચુંટણીના પરિણામ બાદ કોંગ્રેસ છોડી બધાજ પક્ષો અને પાર્ટીઓ ઉજવણીમાં વ્યસ્ત છે,રાજકારણમાં હારજીત તો થતીજ રહે છે.ભારતના રાજકારણમાં ઉતરપ્રદેશના પરિણામે સૌને અચંબામાં મૂકી દીધા છે ત્યારે ભાજપને મળેલી પ્રચંડ જીતની ઉજવણી ભાજપાના ગઢ ગણતા ગુજરાતમાં ખુબ જોરોશોરો થી થઇ રહી છે. મોદી-શાહ ની મેહનત ઉતરપ્રદેશના પરિણામ પર દેખાઈ આવે છે. ત્યારે મોદી-શાહ ગુજરાત ની મુલાકાતે ના આવે એવું બને? જણાવી દઈએ તમને કે મોદી-શાહ હાલ 2 દિવસના ગુજરાત પ્રવાસ પર છે.મોદી-શાહ ગુજરાતમાં ઘણી જગ્યાએ હાજરી આપશે.

ભૂતકાળમાં પણ ભાજપ અનેકવાર જુથવાદનું ભોગ બન્યું છે.જ્યારથી મોદી-શાહ ગુજરાત છોડીને દિલ્હી ગયા છે ત્યાર પછી ઘણા બનાવો બની ચુક્યા છે.જ્યારથી વિજય રૂપાણીએ ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું છે ત્યારથી તેમના હોમટાઉન રાજકોટમાં ભાજપમાં બે ફાંટા પડી ગયા છે.ખાસ કરીને ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવે છે ત્યારે એક બાજુ પાટીલ જૂથ અને બીજી બાજુ વિજય રૂપાણીનું જૂથ સામસામે છે. મોદી-શાહ હમેશા રાજકોટને પ્રાધન્ય આપતા આવ્યા છે.

બંને જૂથો વચ્ચેની આંતરિક લડાઈ અનેક વખત પ્રજા સમક્ષ આવી છે.વર્ચસ્વની આ લડાઈ એ હદ સુધી પહોંચી ગઈ છે, કે રૂપાણીએ પ્રદેશ પ્રમુખ સામે જ બાંયો ચડાવી.પરંતુ સામે પાટીલ પણ ઓછા ઉતર્યા નહીં ને, પ્રદેશ પ્રમુખ તરીકેનો પાવર બતાવી રૂપાણીના હોમટાઉનમાં પોતાનું એક જૂથ સક્રિય કર્યું છે. મોદી-શાહ ગુજરાતના પ્રવાસે પણ છે અને આ મુદ્દે જલ્દી ઉકેલ લાવવાના પ્રયત્નો કરશે.

કાર્યકર્તાઓ વચ્ચે એવી પણ ચર્ચા ચાલી રહીં છે કે, પાટીલ હશે ત્યાં રૂપાણી નહીં હોય હમણાજ ગત ડીસેમ્બર માસમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રોડ શૉ માટે રાજકોટ આવ્યા ત્યારે એ સમયે રૂપાણી રાજકોટમાં હોવા છતાં પણ એના રોડ શૉમાં જોડાયા ન હતા. પાટીલ પછી જ્યારે શૉમાંથી જતા રહ્યા ત્યારે સીધા કાર્યક્રમમાં જ રૂપાણી મોઢું દેખાડી હાજરૂ પૂરાવવા માટે આવ્યા હતા.મોદી-શાહ ના ગુજરાતમાં જુથવાદ સડાની માફક જન્મી ગયો હોય તેવા અણસારો આવવા લાગ્યા છે. મોદી-શાહ ની મેહનતને કારણે ગુજરાત ભાજપ મજબુત છે.

ગત એક રાજકોટના કાર્યક્રમમાં પણ રૂપાણીના ટાઉનમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ આવે તો એમને શું ઠપકો પડવાનો ડર હતો? એ સમયે ત્યાં હાજર સાંસદ રામ મોકરીયાએ કહી દીધું કે, જે લોકો પાર્ટીથી દૂર થાય છે એ પાર્ટીથી અલગ જ રહે છે. કોઈનું નામ લીધું ન હતું પણ, પ્રજા આ ઈશારો સમજી ગઈ હતી. રામ મોકારિયાનો સીધો ઈશારો રૂપાણી તરફ હતો ત્યારબાદ, ગુજરાતમાં રાજકોટ કમિશ્નરનો મુદ્દો પણ ચર્ચામાં આવ્યો જેમાં પણ, મનોજ અગ્રવાલને રૂપાણીના માણસ તરીકે ઓળખવામાં આવે છે. આમ મોદી-શાહ ના ગુજરાતમાં સ્થિતિ વણસી શકે તેવા સંકેતો છે.

મોદી-શાહ ગુજરાત મુલાકાત દરમિયાન પંચાયત મહાસંમેલન ને સંબોધ્યા હતા. અહી પણ રુપાણીના જૂથ વિરુદ્ધ પાટીલે પોતાનું જૂથ સક્રિય કરી દીધું છે.આમ આ જૂથ હવે સપાટી પર આવ્યો છે, એટલુજ નહિ ગુજરાત માં મોદી-શાહ ના નજીકના અને માનીતા નેતા જયેશ રાદડિયા સામે પણ પાટીલના જૂથ દ્વારા બાયો ચડાવવામાં આવી છે. અને ધીરે ધીરે રાદડિયા જૂથને પાટીલ જૂથ દ્વારા ટાર્ગેટ કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. જયેશ રાદડિયા સામે સામે સહકારી ક્ષેત્રમાંથી બેંકમાં ભરતી ને લઈને ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ ગજરાત ભાજપના આગેવાનો દ્વારા કારમાં આવ્યા છે. સહકારી ક્ષેત્રના 4 અસંતુષ્ટ સિનિયર આગેવાન વિજય સખિયા, પરસોતમ સાવલિયા, નીતિન ઢાંકેચા અને હરદેવસિંહ જાડેજા કે જેઓને પાટીલ જૂથના માનવામાં આવે છે.

ગુજરાત ભાજપા પ્રદેશમાં  મોદી-શાહ ની ગુડ બુકમાં જેનું સ્થાન છે, એવા રૂપાણીની સરકારમાં પુરવઠા વિભાગના કેબિનેટ મંત્રી રહેલા જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા વિરુદ્ધ ખુદ જિલ્લા ભાજપના જ આગેવાનો મેદાને આવ્યા છે. સહકારી ક્ષેત્રના અસંતુષ્ટ આગેવાનો રાજ્ય સરકારમાં જયેશ રાદડિયા વિરુદ્ધ ગાંધીનગરમાં રાજકોટ જિલ્લા બેંકની ભરતીમાં રાદડિયાએ ભ્રષ્ટાચાર કર્યો છે,તેવા આક્ષેપો સાથે ફરિયાદ કરી છે.

મોદી-શાહ ગુજરાત મુલાકાત દરમિયાન ઘણા બધા ધારાસભ્યોને મળવાના છે. તો બીજી તરફ રાજકોટ જીલ્લા પંચાયતના સભ્ય ભૂપત બોદર સામે પણ પાટીલ જૂથ દ્વારા ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. આમ હવે આ જુથવાદ જીલ્લા સુધી પોહચી ગયો છે. લોકોનું કેહવું છે કે જો મોદી-શાહ દ્વારા ઝડપી ઉકેલ લાવવામાં નહિ આવે તો આવનારી વિધાનસભા ની ચુંટણીમાં ખુબ ગંભીર પરિણામ ભોગવવું પડશે.

પણ આ દિવસોમાં મોદી-શાહ ગુજરાતમાં ઘણા બધા રાજકીય નેતાઓ અને પાર્ટીના કાર્યકરોની ખાસ મુલાકાત લેવાના છે, પણ સૌં કોઈના મનમાં એજ પ્રશ્ન છે કે કોણ હિંમત કરશે અને મોદી-શાહ ને જુથવાદ બાબતે રજૂઆત કરશે. તો બીજી તરફ એવું પણ કેહવામાં આવી રહ્યું છે કે જુથવાદ મુદ્દે ગુજરાત ભાજપ ના સીનીયર નેતા અને મોદી-શાહ ના વિશ્વાસુ વ્યકિતે મહિના પેહલાજ જુથવાદ અંગે રીપોર્ટ આપ્યા બાદ મોદી-શાહ ની ગુજરાત મુલાકાત અને પ્રવાસ લંબાવવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *