સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી ચુક્યા છે અને કેટલાય લોકો પુરતી સારવાર અને નિદાનની અપૂરતી સુવિધાના કારણે લોકો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા છે. જયારે આવા સમયમાં કોરોનાની આડઅસરને કારણે એક નવો ગંભીર રોગ મ્યુકરમાઈકોસિસથી લોકો પીડાઈ રહ્યા છે. ત્યારે હવે લોકો બ્લેક ફંગસ અને વ્હાઈટ ફંગસના શિકાર બની રહ્યા છે.
ત્યારે હવે આપણા સૌ માટે મોટા સમાચાર કહી શકાય. કારણ કે, દેશમાં એક કોરોનાના નવા વેરિઅન્ટની એન્ટ્રી થઇ ચુકી છે. દક્ષીણ કર્ણાટકમાં કોરોનાનો નવો એક ઇટા વેરિઅન્ટ દુબઈથી આવેલા એક વ્યક્તિમાં જોવા મળ્યો છે જેને લીધે ખળભળાટ મચી જવા પામ્યો છે. કર્ણાટકના અધિકારીએ જણાવ્યા અનુસાર, 4 મહિના પહેલા દુબઈથી આવેલા એક વ્યક્તિમાં ઇટા વેરિઅન્ટ જોવા મળ્યો છે.
તમને જણાવી દઈએ કે, વિશ્વમાં આ નવા વાયરસના કુલ 56 કેસો સામે આવ્યા છે. કર્ણાટકમાં કોરોનાના જીનોમ સિક્વિન્સિંગ કમિટીના ચેરમેન ડો. રવિના કહ્યા અનુસાર, આ નવા ઈટા વેરિઅન્ટનો આ કોઈ પ્રથમ કેસ નથી. ડો. રવિના કહ્યા અનુસાર એપ્રિલ 2020માં 2 સેમ્પલમાં આ વેરિઅન્ટ જોવા મળ્યો હતો.
વૈજ્ઞાનિકોના કહ્યા અનુસાર, ઈટા વેરિઅન્ટ અલ્ફા, બીટા, ગામા માં મળનારા મ્યૂટેશન N501Yને લઈને નથી. જોકે, ગામા, જેટા અને બીટા વેરિઅન્ટમાં મળનારા E483 ના મ્યૂટેશનનો આ વેરિઅન્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નવો કોરોના વેરિઅન્ટને લીધે સતર્ક અને સાવચેત રહેવાની ખુબ જ જરૂર છે. સાથે તે ખુબ જ જીવલેણ સાબિત થઇ શકે છે.
WHOનું અનુમાન છે કે, ઈટા વેરિઅન્ટ કોરોનાના હાલના દરેક વેરિઅન્ટથી અલગ છે. E483ના મ્યૂટેશનની સાથે તેમાં F888L મ્યૂટેશન જોવા મળ્યું છે. વાયરસ પોતાના સમય S2 ડોમેન એટલે કે સ્પાઈક પ્રોટીનમાં ફેરફાર કરી રહ્યો છે. જો એવું હોય તો વાયરસ અન્યની તુલનામાં વધારે જીવલેણ અને સંક્રમક હોઈ શકે છે.
બ્રિટેન હાલમાં કોરોના વાયરસના ડેલ્ટા વેરિઅન્ટની સામે જંગ લડી રહ્યું છે અને ઈટા વેરિઅન્ટ પર પણ તેમની ચાપતી નજર રાખી રહ્યું છે. બ્રિટિશ વૈજ્ઞાનિકોના કહ્યા અનુસાર, શક્યતાઓ છે કે, આવનારા સમયમાં કોરોના વાયરસનું આ વેરિઅન્ટ આપણા સૌ માટે ખુબ જ ચિંતાજનક સાબિત થઇ શકે છે. વૈજ્ઞાનિકોની એક ટીમ આ વાયરસના રૂપને સમજવાની તમામ કોશીશો કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.