The Radiant International School: “ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી,કેમ્પસડાયરેક્ટર અને આચાર્યની ટીમ દ્વારા નવા શૈક્ષણીક નવીનીકરણ અને સંશોધન (The Radiant International School) માટે જાપાનમાં ભારતના રાજદૂત સી બી જ્યોર્જ સાથે સફળ મુલાકાત કરી હતી.
“Global Learning Global Impact” દ્વારા એજુકેશન માં કઈક નવું કરવાની ઘેલછા સાથે સુરત ના શિક્ષણ જગતમાં નવું એક્સપ્લોર કરતી એક માત્ર સંસ્થા એટલે કે ધ રેડિયન્ટ ઇંન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આ સંસ્થા દ્વારા જાપાન દેશના રાજદૂત સી બી જ્યોર્જ સાથે મુલાકાત કરી જેમાં જાપાન ની એજ્યુકેશન વ્યવસ્થા સાથે સાથે ટેકનોલોજી,શાળા વ્યવસ્થા,વિદ્યાર્થી કારકિર્દી વિષે ચર્ચા કરી ને વિધ્યાર્થી અને સ્ટાફ ને એક્સ્ચેંજ પ્રોગ્રામ, વિકાસ, સંશોધન, ક્રિએટિવિટી જેવા સાહસિક કાર્યને પ્રોત્સાહન આપીને અને બને દેશના શિક્ષણ પ્રણાલીને વિવિધ પદ્દતિના સેતુ દ્વારા જોડી ગુજરાત અને ખાસ કરીને સુરતની શિક્ષણ પ્રણાલીને ઉચ્ચતમ કક્ષાએ લઇ જવાનો મુખ્ય ઉદેશ આ મુલાકાતનો હતો.
આ સાથે જાપાન ની યુનિવર્સિટિ અને સ્કૂલ ની મુલાકાત લેવામાં આવી હતી.જેમાં ધોરણ 12 પછી આ શાળાના વિદ્યાર્થી જાપાનીઝ યુનિવર્સીટી સાથે સાથે જોડાઈને ઉચ્ચતમ શિક્ષણ લઇ શકે તે માટે MOU અને સેમીનાર માટે કરાર થયા હતા. આ સંસ્થા માં આવિજ રીતે ઇન્ડો ફિન એજુકેશન એટલે કે ફિનલેંડ સાથે કોલોબ્રેશન કરીને છેલ્લા ચાર વર્ષ થી સફળતા પૂર્વક એજ્યુકેશન પૂરું પાડવામાં આવી છે.
શિક્ષણ જગતમાં ખુબજ જુજ શાળાઓ હશે જેમાં ધ રેડીયન્ટ ઇન્ટરનેશનલ
સ્કૂલ શિક્ષણ પ્રણાલીના વિકાસમાં આગવું સ્થાન ધરાવે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App