કોરોના વાયરસની મહામારીમાંથી વિશ્વ હજુ બહાર આવ્યું નથી. ત્યાં ચીનમાં મળેલા નવા વાયરસનાં લીધે લોકોની ચિંતા વધી ગઇ છે.વૈજ્ઞાનિકોએ જણાવતાં કહ્યું,કે આ વાયરસનાં લીધે મહામારી ફેલાવાની શકયતા વધુ છે.ફ્લૂની વર્તમાન વેક્સીન આ વાયરસની સામે માનવ શરીરનું રક્ષણ કરવામાં સક્ષમ નથી. સુત્રોમાં જોવાં મળતાં જણાય આવે છે કે આ વાયરસ વ્યક્તિઓને સંક્રમિત કરવાની ક્ષમતા ધરાવે છે.
આ વાયરસનું નામ G4 EA H1N1 છે. વૈજ્ઞાનિકોને ડર લાગી રહ્યો છે,કે આ વાયરસ વધુ મ્યુટેટ થઇને સરળતાથી એક માણસમાંથી બીજાં માણસમાં ફેલાઇ શકે છે.દુનિયા માટે દુઃખદાયક સમાચાર એ છે,કે ઇન્ફ્લુઅન્જાની આ નવી જાત એ ટોચની ઉચ્ચ બીમારીઓમાં સામેલ છે,જેના પર નિષ્ણાત પોતાની નજર રાખી રહ્યા છે.એ પણ ત્યારે કે જ્યારે દુનિયા કોરોના વાયરસના અંતની સામે લડી રહ્યું છે.
G4 EA H1N1 વાયરસ આખાં વિશ્વમાં મહામારીનો ડર પેદા કરી શકે છે.ચીની વૈજ્ઞાનિકોએ જણાવતાં કહ્યું છે કે, આ ફ્લૂ વાયરસમાં એ તમામ લક્ષણ જોવાં મળ્યાં છે,કે જેનાથી તે વ્યક્તિઓને સંક્રમિત કરી શકે છે.આ વાયરસને ખુબ જ નજીકથી ધ્યાન રાખવાની જરૂર છે.કારણ કે આ વાયરસ એ નવો છે.
કોરોના વાયરસની પહેલાં દુનિયામાં છેલ્લી વખત ફ્લૂની મહામારી 2009ની સાલમાં આવી હતી.અને એ સમયે તેને સ્વાઇન ફ્લૂ તરીકે ઓળખવામાં આવતો હતો.મેક્સિકોથી શરૂઆત થયેલ આ સ્વાઇન ફ્લૂ એટલો ખતરનાક ન હોતો જેટલો કે તેનો અંદાજ લગાવ્યો હતો.આ વખતે કોરોના વાયરસના કારણે 1 કરોડથી વધુ લોકો સંક્રમિત થયાં છે.આવી સ્થિતિમા જો નવો વાયરસ ફેલાશે,તો તેને અટકાવવો ખૂબ મુશ્કેલ બનશે.
આ નવો વાયરસ G4 EA H1N1ની અંદર શરીરની કોશિકાઓને કેટલાંય ગણી વધારવાની ક્ષમતા છે. વૈજ્ઞાનિકોએ ચીનના અધિકારીઓ સાથે વાત કરતાં જણાવ્યું છે,કે ફ્લૂની વર્તમાન વેક્સીન આ વાયરસની સામે રક્ષણ કરવામાં સક્ષમ નથી.પ્રોફેસર કિન ચો ચાંગ એ જણાવતાં કહ્યું કે,આપણે અત્યારે કોરોના સંકટમાં ઉભેલાં છીએ.પરંતુ અત્યારે આપણે ભયાનક વાયરસો પરથી નજર હટાવવાનો પ્રયત્ન કરી રહ્યા નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news