કાર ખરીદવા જતા હોવ તો ઉભા રહેજો! બજારમાં આવી રહી છે નવા યુગની નવી ‘ઇનોવા ક્રિસ્ટા’ -ઓછી કિંમતમાં મળશે અદ્ભુત સુવિધાઓ

ટોયોટા ઇનોવા (Toyota Innova)2004 માં લોન્ચ થયા પછી લગભગ બે દાયકાથી જાપાનીઝ કાર (Japanese car)નિર્માતાનો લાંબી રેસનો ઘોડો બની ગઈ છે. આ પ્રીમિયમ એમપીવી વર્ષોથી…

ટોયોટા ઇનોવા (Toyota Innova)2004 માં લોન્ચ થયા પછી લગભગ બે દાયકાથી જાપાનીઝ કાર (Japanese car)નિર્માતાનો લાંબી રેસનો ઘોડો બની ગઈ છે. આ પ્રીમિયમ એમપીવી વર્ષોથી ઘણો બદલાઈ ગયો છે અને 2020 માં હળવા ફેસલિફ્ટ મોડલ લોન્ચ કરવામાં આવ્યું હતું. હવે મીડિયા રિપોર્ટ્સ સામે આવ્યા છે કે ટોયોટા ઇનોવાના નવા મોડલ (New model)પર કામ કરી રહી છે, જેની વૈશ્વિક શરૂઆત આ વર્ષે નવેમ્બર (November)માં થવાની ધારણા છે. છેલ્લી વખતે ઇનોવા અને ફોર્ચ્યુનર (Innova and Fortuner)બંનેના નવા મોડલને એકસાથે રજૂ કરવામાં આવ્યા હતા અને આ વખતે પણ એવું જ કંઈક થવાની અપેક્ષા છે. કંપની દ્વારા ફોર્ચ્યુનરનાં નવા મોડલપર પણ કામ કરવામાં આવી રહ્યું છે.

ટેસ્ટિંગ કરતી દેખાય નવી પેઢીની ઇનોવા:
ઈનોવાના નવા જાસૂસી શોટ્સ તાજેતરમાં ઓનલાઈન સામે આવ્યા છે જે નવી પેઢીની ઈનોવા હોઈ શકે છે. ટેસ્ટ મોડલ નવા એલોય વ્હીલ્સ અને LED ટેલલાઈટ્સ સાથે સંપૂર્ણપણે સ્ટીકરોમાં ઢંકાયેલું જોવા મળે છે. આ મોડેલ થાઈલેન્ડમાં બતાવવામાં આવ્યું છે જ્યાં આ MPV વિકસાવવામાં આવી રહી છે. અહીં આ કારને સૌથી પહેલા રજૂ કરવામાં આવશે. ઇનોવાની નવી પેઢીને મોટા ફેરફારો સાથે ઓફર કરવામાં આવશે, એમપીવી પરિવારના સભ્યો ફોર્ચ્યુનર અને હિલક્સની બોડી-ઓન-ફ્રેમ ચેસીસ પર બનાવવામાં આવી છે.

2023 ઇનોવા માટે ફ્રન્ટ-વ્હીલ ડ્રાઇવ સેટઅપ!
ઈનોવા હાલમાં રીઅર-વ્હીલ-ડ્રાઈવ સેટઅપમાં વેચાઈ રહી છે, ત્યારે ફોર્ચ્યુનર અને હિલક્સ બંને 4-વ્હીલ ડ્રાઈવ વિકલ્પમાં ઓફર કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, કંપની નવી ઇનોવામાં ફ્રન્ટ-વ્હીલ ડ્રાઇવ સિસ્ટમ આપી શકે છે. 2023 મોડલ સાથે પેટ્રોલ અને પેટ્રોલ-હાઈબ્રિડ એન્જિન ઓપ્શન આપવામાં આવી શકે છે. કારનું પેટ્રોલ એન્જિન હાલની ટોયોટા ઈનોવામાંથી મળી શકે છે, જ્યારે પેટ્રોલ-હાઈબ્રિડ કંઈક નવું હશે.

વર્તમાન MPV 2.7-લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ અને 2.4-લિટર ડીઝલ એન્જિન સાથે આવે છે. આમાંનું પહેલું એન્જિન 164 bhp પાવર અને 245 Nm પીક ટોર્ક બનાવે છે, તેમજ તેનું ઓઇલ બર્નર એન્જિન 148 Bhp પાવર અને 360 Nm પીક ટોર્ક બનાવે છે. કંપનીએ આ બંને એન્જિનને 5-સ્પીડ મેન્યુઅલ અને 6-સ્પીડ ટોર્ક કન્વર્ટર ગિયરબોક્સ આપ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *