ગુજરાતમાં નવી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને અપાઇ મંજૂરી, જાણો વિગતે

Department of Education: દેશમાં ગુજરાત એ સૌથી ઝડપી વિકાસશીલ રાજ્ય છે. બજેટમાં મેડિકલ વિભાગ હોય કે શિક્ષણ વિભાગ હોય રાજ્ય સરકાર હંમેશા આને આગળ રાખે છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા જાહેર થયેલા બજેટમાં શિક્ષણ વિભાગને(Department of Education) લઇને મોટી જાહેરાત કરવામાં આવી હતી.

જેને લઇને રજ્યમાં નવી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને મંજૂરી આપવામાં આવી છે. રાજ્યમાં શિક્ષણ વિભાગ દ્વારા નવી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને મંજૂરી આપવામાં આવી છે. શિક્ષણ વિભાગ દ્વારા બિન આદિજાતી વિસ્તારમાં 129 માધ્યમિક શાળાને મંજૂરી આપી છે.

આ સાથે જ બિન આદિજાતિ વિસ્તારમાં 1 ઉચ્ચતર માધ્યમિક શાળા સહિત 130 શાળાને મંજૂરી આપી છે. તેમજ આદિજાતિ વિસ્તારોમાં 31 માધ્યમિક તથા 1 ઉચ્ચતર માધ્યમિક શાળાને મંજૂરી આપવામાં આવી છે.